<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારતે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા, ઘણી જગ્યાએ બ્લેકઆઉટ

ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી, આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા

નવી દિલ્હી :ઓપરેશન સિંદૂરથી હતાશ થઈને, પાકિસ્તાને આજે સતત બીજા દિવસે ભારતના અનેક શહેરોમાં ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો. જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો. સેનાએ જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા

જમ્મુ અને કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળોએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા . ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી, આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે જે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે આ સ્થળોમાં બારામુલા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ અને કચ્છનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સરહદી ગામોમાં અંધારપટ લાદી દીધો છે. ગુજરાતના મુખ્યમંત્રીએ તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે

સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રીનગર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન હુમલો થયો છે. બદલાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 
 

જેસલમેરમાં ભારતીય વાયુ સંરક્ષણ દળ દ્વારા પાકિસ્તાની ડ્રોનને પણ અટકાવવામાં આવ્યા હતા

જમ્મુના અનેક વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાતા કટરામાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું.

 

(11:40 PM IST)