News of Saturday, 10th May 2025
ભારતીય વાયુસેનાનો પાકિસ્તાનમાં જડબાતોડ હુમલો : લાહોર, નારોવાલ, ઈસ્લામાબાદ, રાવલપિંડી અને સિયાલકોટ સહિત પાંચ શહેરો ડ્રોનથી ધણધણ્યા : ઈસ્લામાબાદમાં બે ધડાકા : જુઓ વિડીયો
પાકિસ્તાનમાં છ મોટા વિસ્ફોટો : ભારતે નૂર ખાન, રફીકી અને મુરીદ એરબેઝને નિશાન બનાવ્યા : પાકિસ્તાની સૈન્ય થાણાં ધ્વસ્ત

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઊંડે સુધી ઘૂસીને શક્તિશાળી હુમલાઓ કર્યા છે. ન્યૂઝફર્સ્ટના અહેવાલ અનુસાર, લાહોર, નારોવાલ, ઈસ્લામાબાદ, રાવલપિંડી અને સિયાલકોટ સહિત પાંચ શહેરો ભારતીય ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.
ઈસ્લામાબાદમાં બે ઉપરાઉપરી જોરદાર ધડાકા થયા હતા, જ્યારે રાવલપિંડીમાં પણ વધુ વિસ્ફોટોના અહેવાલ છે, જ્યાં IAF એ પાકિસ્તાની સૈન્ય થાણાં પર હુમલા કર્યા હતા. લાહોરમાં પણ શક્તિશાળી વિસ્ફોટો થયાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાને પોતે પણ પુષ્ટિ કરી છે કે ભારતે તેમના ત્રણ મહત્વપૂર્ણ એરબેઝને નિશાન બનાવ્યા છે. આ એરબેઝમાં નૂર ખાન એરબેઝ, રફીકી એરબેઝ અને મુરીદ એરબેઝનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોના જવાબરૂપે માનવામાં આવી રહી છે. હુમલાના કારણે પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સુરક્ષાની સ્થિતિ તંગ બની ગઈ છે. ભારતીય સેના દ્વારા આ કાર્યવાહીને પાકિસ્તાનને સખત સંદેશ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
(4:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
