તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Saturday, 10th May 2025
લગ્નના બીજા જ દિવસે સરહદેથી ફોન આવ્યોઃ ડયૂટી પર પરત ફર્યો વરરાજો
દેશ પહેલા, બાકી બધી ખુશી પછી : ભારતીય સેનાના જવાન મનોજ પાટિલે ૫ મેના રોજ લગ્ન કર્યા અને ૮ મેના રોજ હાથમાં મહેંદી લગાવી દેશ સેવા માટે સરહદ પર રવાના થઈ ગયા છે

જલગાંવ,તા.૧૦: ભારતીય સેનાના જવાનોની દેશભક્તિ ખાલી યુદ્ધના મેદાન સુધી જ મર્યાદિત નથી, પણ તેના દરેક નિર્ણયમાં ઝલકાય છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરાના રહેવાસી મનોજ પાટિલે આ વાત ફરી એક વાર સાબિત કરી દીધી છે. લગ્નના બે દિવસ બાદ સામાન્ય રીતે વરરાજો ઘરમાં રસમો અને મહેમાનોમાં વ્યસ્ત રહે છે. પણ તે સમયે મનોજ હાથમાં મહેંદી અને શરીર પર પીઢી લગાવી સરહદ તરફ રવાના થઈ ગયા.
૫ મેના રોજ મનોજ પાટિલના ધૂમધામથી લગ્ન થયા. પરિવાર સંબંધીઓ અને ગામના લોકો આ ખુશીના અવસર પર જોડાયા હતા. પણ લગ્નના ઠીક બે દિવસ બાદ ૭ મેના રોજ તેમને આર્મી તરફથી તાત્કાલિક ડ્યૂટી પર પરત ફરવાના આદેશ મળ્યા. ૮ મેની સવારે તેઓ હાથમાં મહેંદી અને શરીર પર પીઢીના રંગ સાથે વરદી પહેરીને સરહદ માટે રવાના થઈ ગયા.
દેશમાં ચાલી રહેલા ઓપરેશન સિંદૂર અંતર્ગત સરકારે તમામ જવાનોની રજાઓ કેન્સલ કરી દીધી છે. ત્યારે આવા સમયે જે જવાનો રજા પર હતા, તેમને તાત્કાલિક પરત ફરવા કહ્યું છે. મનોજ પણ આ આદેશ અંતર્ગત ૮ મેની સવારે સરહદ તરફ નીકળી પડ્યા. યામિની પાટિલે પોતાના પતિના આ નિર્ણયનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, દેશની સેવા કરવી સૌથી મોટી જવાબદારી છે. આ ગર્વની વાત છે કે મારા પતિને આ મોકો મળ્યો. હું તેમની સાથે છું.
સરહદ તરફ પરત ફરતા મનોજ પાટિલે કહ્યું કે, દેશ પહેલા છે. લગ્ન અને પરિવારની ખુશીઓ બાદમાં આવે છે. જ્યારે દેશને અમારી જરુર હોય તો અમે દરેક વસ્તુ છોડવા તૈયાર છીએ. મનોજની આ કહાની ન ફક્ત જલગાંવ પણ આખા દેશના યુવાનોને મેસેજ આપે છે કે અસલી વીરતા ફક્ત હથિયાર ઉઠાવવામાં નથી, પણ કર્તવ્ય નિભાવવામાં હોય છે, પછી જીવનમાં ગમે તેવી મોટી ખુશી કેમ ન હોય.(૪૦.૪)
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
