<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ભારત પાસે રાફેલ્‍સ વિમાન અને જે મિસાઈલ્‍સ છે તે પાકિસ્‍તાન પાસે નથી !

ઇસ્‍લામાબાદ સ્‍થિત પાર્લામેન્‍ટના લોવર હાઉસમાં સંસદ સભ્‍યે સ્‍વીકાર્યુ : લોવર હાઉસમાં હિન્‍દુ મંત્રી રામ-રામ બોલ્‍યાઃ ભાષણમાં ગુજરાત, મોદી, ડોભાલ, RSS છવાયું

નવી દિલ્‍હી તા.૧૦: ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્‍તાનના ઈસ્‍લામાબાદ સ્‍થિત પાર્લામેન્‍ટના લૉવર હાઉસમાં એક યુવા સંસદે કબૂલાત કરી હતી કે, ભારત પાસે રાફેલ્‍સ અને જે મિસાઈલ્‍સ તે પાકિસ્‍તાન પાસે નથી. બીજી તરફ, પાક. સરકારમાં એક હિન્‍દુ મંત્રીએ તો ચાલુ ભાષણમાં રામ-રામનો પણ ઉચ્‍ચાર કર્યો હતો.

J&Kનાં પહેલગામમાં ગત તા.૨૨ એપ્રિલે પર્યટકો પર આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્‍તાનની કમર તોડી નાંખી છે. ભારતીય સેના દ્વારા પાકિસ્‍તાનમાં છેલ્લાં કેટલાક દિવસથી સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. ભારતના આકરા વલણથી બોખાયેલા પાકિસ્‍તાનની પાર્લામેન્‍ટનું વાતાવરણ પણ તંગ થઈ ગયું છે. પાક. પાર્લામેન્‍ટના લોવર હાઉસમાં ગુજરાત, RSS, ભાજપ, અજીત ડોભાલ, કાશ્‍મીર અને બાબરી મસ્‍જિદનો સતત ઉલ્લેખ કરાયો હતો. પાકિસ્‍તાનની સરકારમાં હિન્‍દુ મંત્રી કેસૂ મલ ખેલ દાસ પાર્લામેન્‍ટમાં બોલ્‍યા હતાં કે, આતંકવાદનો હિન્‍દુ કે ઈસ્‍લામ સાથે કોઈ સંબંધ નથી. આતંકવાદ આખરે આતંકવાદ જ છે. આજે પાકિસ્‍તાન પર હુમલો થઈ રહયાં છે. જે બાદ હિન્‍દુ મંત્રી ભાષણમાં રામ-રામ બોલ્‍યા ઉપરાંત મોદીને સાહેબ તરીકે સંબોધન પણ કર્યું હતું. MP સૈયદ અલી કાસિમ ગિલાનીએ તો જાહેરમાં  સ્‍વીકાયું હતું કે, ભારત પાસે મિસાઈલ છે, આપણી (પાકિસ્‍તાન) પાસે નથી. બિલિયન ડોલરના રાફેલ્‍સ અને ઇઝિરાયલી ડ્રોન્‍સ ખરીધા છે. બીજી તરફ, પાક.ના MP શાહીદ ખટકે વડાપ્રધાન શેહબાબ સામે બળાપો ઠાલવતા બોલ્‍યા હતાં કે, પાર્લામેન્‍ટમાં આગળ બેસેલા કેટલાકની બહાર  મિલકતો છે. કોઈ લંડન જરો તો કોઈ દુબઈ જશે, જવારે કોઈનું યુરોપમાં થર છે. ભારત એક બાદ એક ડ્રોનથી હુમલો કરતું હોવા છતાં એક સ્‍ટેટમેન્‍ટ આપવામાં આવતું નથી. જે બાદ શેહબાબને બુઝદીલ ગણાવી તે બોલ્‍યો હતો કે, તેઓ (શેહબાબ) મોદીનું નામ લેતા ડરે છે.(૩૮.૩)

RSSની હિન્‍દુત્‍વની માનસિકતાનો મુકાબલો કેવી રીતે કરવો ?: પાકમાં ચર્ચાનો વિષય

પાકિસ્‍તાનની હાલત ખરાબ અને લોકો સુરક્ષિત નથી. વડાપ્રધાન શેહબાઝ શરીફે આગળના પગલા મુદ્દે સ્‍પષ્ટતા કરવી જોઇએ. આ સમયે કોઇ બેજબદાર નિવેદન કરવા યોગ્‍ય નથી. પહલગામ મુદ્દે જો મોદી તેઓના હરીફ રાહુલ ગાંધી સાથે વાત કરી શકતા હોય તો આપણે પણ જીદ છોડીને સર્વદલના નેતાઓ સાથે વાત કરવી જોઇએ. RSSની હિન્‍દુત્ત્વની માનસિકતાનો મુકાબલો કેવી રીતે કરવો ? તેવું એક મહિલા MP બોલ્‍યા હતાં.

ભાષણમાં મોદી નામ લેનાર સાંસદ તો શાયરી પણ ભૂલી ગયા !

પાલમેન્‍ટમાં મોદીનું નામ વિરોધ કરનાર સાંસદ મોહંમદ અર્શદ મોઢે કરેલી શાયરી ચાલુ ભાષણમાં ભુલી ગયા હતા. આખરે ડે.સ્‍પીકરે તેમને બેસવાનું કહયું ત્‍યારે તેમને લખેલું કાગળ જોવાનું ફરજ પડી હતી. આ ઉપરાંત કફોડી હાલત હોવા છતાં સાંસદો ખુરશી પર બેઠાં-બેઠાં હસતા નજરે ચેનલો પર લાઈવ દેખાયા હતાં.

કોલકત્તા, દિલ્‍હી અને મુંબઇ પર હુમલા કરવાના સપના જોતું પાક.

પાકિસ્‍તાન હજુ પણ કોલકત્તા, દિલ્‍હી અને મુંબઇમાં ધોળા દિવસે હુમલા કરવાના સપના જોવે છે. ભારતની સખત કાર્યવાહી બાદ પણ આતંકવાદીઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં દુશ્‍મન દેશની શાન ઠેકાણે આવી નથી. પાક, પાર્લામેન્‍ટમાં મોટા ભાગના સાસદોએ ફિલ્‍મી ઢબે શેર-શાયરીઓ સંભળાવી સંતોષ માણ્‍યો હતો.

(9:33 AM IST)