<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

નાઇજીરીયામાં બંદૂકધારીઓ ૩૦ મુસાફરોને ગોળી મારીને હત્‍યા

નાઇજીરીયામાં પ્રતિબંધિત અલગતાવાદી ઇન્‍ડિજિનસ પીપલ ઓફ બાયફ્રા (IPOB) ના બંદૂકધારીઓએ ૨૦ થી વધુ વાહનો અને ટ્રકોને આગ ચાંપી દીધી હતી

લાગોસ તા.૧૦: નાઇજીરીયાના દક્ષિણપૂર્વીય ઇમો રાજ્‍યમાં બંદૂકધારીઓ દ્વારા ઓછામાં ઓછા ૩૦ મુસાફરોની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. એમ્‍નેસ્‍ટી ઇન્‍ટરનેશનલના અહેવાલ મુજબ હુમલાખોરોએ ૨૦ થી વધુ વાહનો અને ટ્રકોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ, આ અસુરક્ષિત પ્રદેશમાં હિંસા અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે.

એમનેસ્‍ટીએ X પરની એક પોસ્‍ટમાં અહેવાલ આપ્‍યો છે કે હુમલાખોરો પ્રતિબંધિત અલગતાવાદી ઇન્‍ડિજિનસ પીપલ ઓફ બાયફ્રા (IPOB) ના સભ્‍યો હોવાની શંકા છે. ઇમો પોલીસ પ્રવક્‍તા હેનરી ઓકોયે જણાવ્‍યું હતું કે હુમલો ગુરુવારે સવારે (સ્‍થાનિક સમય) થયો હતો. જોકે, તેમણે મળતકોની સંખ્‍યા વિશે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે શુક્રવારે કહ્યું કે પોલીસે હુમલાખોરોમાંથી એકને ઠાર માર્યો છે.

બંદૂકધારીઓએ હાઇવે બ્‍લોક કર્યો અને ગોળીબાર કર્યો

પોલીસના જણાવ્‍યા અનુસાર, બંદૂકધારીઓ ત્રણ જૂથોમાં વહેંચાયેલા હતા. તેઓએ સવારે ૪ વાગ્‍યે હાઇવે બ્‍લોક કરી દીધો અને વાહનોને આગ ચાંપી દેતા પહેલા છૂટાછવાયા ગોળીબાર કર્યા. નિવેદન અનુસાર, પોલીસે શોધખોળ અને ઘેરાબંધી કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા દળો નજીકના જંગલો અને આસપાસના વિસ્‍તારોમાં શોધખોળ કરી રહ્યા છે જ્‍યાં શંકાસ્‍પદો છુપાયેલા હોવાની શંકા છે.

નાઇજીરીયન સત્તાવાળાઓએ IPOB ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

હકીકતમાં, IPOB દક્ષિણ-પૂર્વ નાઇજીરીયાના અલગ થવા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે, જ્‍યાં મોટાભાગના લોકો ઇગ્‍બો વંશીય જૂથના છે. નાઇજીરીયન સત્તાવાળાઓએ IPOB ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ૧૯૬૦ ના દાયકાના અંતમાં બાયફ્રા ક્ષેત્રમાં ગળહયુદ્ધ ફાટી નીકળ્‍યું, જેમાં ૧૦ લાખથી વધુ લોકો માર્યા ગયા.

આ હુમલો રાષ્‍ટ્રપતિ ટીનુબુની -દેશની મુલાકાત દરમિયાન થયો હતો.

ગુરુવારે હુમલો ત્‍યારે થયો જ્‍યારે રાષ્‍ટ્રપતિ ટીનુબુ આ પ્રદેશની મુલાકાતે હતા. આ એ જ અઠવાડિયે હતું જ્‍યારે ત્‍ભ્‍બ્‍ગ્‍ નેતા નનામદી કાનુને ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા જ્‍યાં તેમના પર આતંકવાદના આરોપોનો કેસ ચાલી રહ્યો હતો. એમ્‍નેસ્‍ટી ઇન્‍ટરનેશનલે નાઇજિરિયન અધિકારીઓને હુમલાની તપાસ કરવા અને ગુનેગારોને ન્‍યાયના કઠેડામાં લાવવા હાકલ કરી છે.(૩૮.૮)

(10:18 AM IST)