<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

પાકિસ્તાનનું યુદ્ધનું એલાન: જમ્મુ-કાશ્મીરમાં મિસાઈલોનો મારો: એક ઓફિસર શાહી: કુલ ૬ નાગરિકોનાં મોત

પાકિસ્તાનના હુમલાનો ભારતીય એરફોર્સ દ્વારા જડબાતોડ જવાબ: ભારતે બે વિમાનો ફૂંકી માર્યા

જમ્મુ: પાકિસ્તાને ભારત સામે ખુલ્લેઆમ યુદ્ધનું એલાન કરીને જમ્મુ-કાશ્મીરમાં બેલિસ્ટિક મિસાઈલોના હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓમાં ૬ નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે ડઝનબંધ ઘરોને નુકસાન થયું છે. પાકિસ્તાનની વાયુસેનાએ કાશ્મીરના ઉડીથી લઈને જમ્મુની પહાડપુર સીમા ચોકી સુધી હવાઈ હુમલા કર્યા અને બોમ્બ ફેંક્યા. બિન સત્તાવાર સમાચારો અનુસાર, શ્રીનગર નજીક પાકિસ્તાનનાં બે લડાકુ વિમાનો ઠાર કરીને બે પાયલટોને જીવતાં પકડી લેવાયા છે.

પાકિસ્તાને સવારે પાંચ વાગ્યે મિસાઈલ હુમલા શરૂ કર્યા, જેનું નિશાન જમ્મુ-કાશ્મીરનાં શહેરો હતાં. જમ્મુ શહેરમાં ત્રણ મિસાઈલો પડી, જેમાંથી એક મિસાઈલ એક પ્રખ્યાત મંદિરને નિશાન બનાવીને છોડવામાં આવી હતી.

આ હુમલાઓ જમ્મુ, નગરોટા, અખનૂર, શ્રીનગર અને ઉધમપુરમાં કરાયા છે. પાકિસ્તાને ફતહ-૧, ફતહ-૨, શાહીન-૧ અને શાહીન-૨ મિસાઈલોનો ઉપયોગ કર્યો, પરંતુ કોઈ સૈન્ય સ્થાપનાને નુકસાન થયું નથી. જોકે, જમ્મુમાં એક મહિલા સહિત ત્રણ નાગરિકોનાં મોત થયાં, જ્યારે રાજૌરીમાં પાકિસ્તાનના તોપમારામાં વધારાના ઉપાયુક્ત રાજકુમાર થાપા શહીદ થયા છે તેમના સહિત ત્રણ લોકો માર્યા ગયા.

પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પર તોપમારો ચાલુ રાખ્યો છે. ગઈ રાત્રે શરૂ થયેલા ભીષણ તોપમારાથી અનેક ઘરોને નુકસાન થયું છે. આ વિસ્તારોમાં બંકરોની અછતને કારણે લોકોમાં ભયનો માહોલ છે. પાકિસ્તાનની વાયુસેનાએ અનેક વિસ્તારોમાં ભારતીય હવાઈ હદનું ઉલ્લંઘન કરીને બોમ્બમારો કર્યો, જોકે ભારતીય વાયુસેનાએ અનેક સ્થળોએ તેમનાં વિમાનોને હાંકી કાઢ્યાં હતા. શ્રીનગર નજીક બે પાકિસ્તાની વિમાનો કેમ રહ્યા અને તેમના પાયલટો પકડાયા હોવાના અપુષ્ટ સમાચાર છે.

 

શું છે પાકિસ્તાનની રણનીતિ?

પાકિસ્તાને અચાનક યુદ્ધનું એલાન કરીને જમ્મુ-કાશ્મીરમાં મિસાઈલો અને હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. નિષ્ણાતોના મતે, આ હુમલાઓ પાછળ પાકિસ્તાનનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવાનો અને આંતરિક રાજકીય દબાણ ઘટાડવાનો હોઈ શકે. જોકે, ભારતીય સેનાના જવાબી હુમલાઓએ પાકિસ્તાનની યોજનાઓને નિષ્ફળ કરી દીધી છે.

 

 

બંકરોની અછતથી લોકોમાં ભય

જમ્મુ-કાશ્મીરના સીમાવર્તી વિસ્તારોમાં બંકરોની અછતને કારણે લોકો પોતાની સુરક્ષા માટે ચિંતિત છે. પાકિસ્તાનના સતત તોપમારા અને મિસાઈલ હુમલાઓથી લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકો સરકાર પાસે વધુ બંકરો અને સુરક્ષાની માગ કરી રહ્યા છે.

(11:31 AM IST)