<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ઇસ્‍લામાબાદ-લાહોરમાં વિસ્‍ફોટઃ આર્મી હેડક્‍વાર્ટર પાસે પણ મોટો ધડાકો

ભારતે પાકિસ્‍તાનના ડ્રોન હુમલાનો જવાબ આપવાનું શરૂ કરી દીધું : ભારત દ્વારા પાકિસ્‍તાનના ઘણા સ્‍થળો પર હુમલા થઈ રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૧૦: સતત બીજા દિવસે પાકિસ્‍તાનના ડ્રોન હુમલાના જવાબમાં, ભારતે તેના ઘણા શહેરો પર કડક કાર્યવાહી કરી છે. ભારત પાકિસ્‍તાનની રાજધાની ઇસ્‍લામાબાદ, લાહોર અને રાવલપિંડી જેવા શહેરો પર હુમલો કરીને ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્‍તાનના રાવલપિંડીમાં આવેલા નૂર ખાન એરબેઝ પર શનિવારે મોડી રાત્રે મોટા વિસ્‍ફોટોના અવાજ સંભળાયા હતા. અહીં પાકિસ્‍તાન વાયુસેનાનો એક મહત્‍વપૂર્ણ બેઝ અને પાકિસ્‍તાની સેનાનું મુખ્‍ય મથક પણ છે.

શનિવારે ઇસ્‍લામાબાદ, લાહોર અને રાવલપિંડી ઉપરાંત શોરકોટ અને ઝાંગમાંથી એક પછી એક વિસ્‍ફોટોના અહેવાલો આવ્‍યા છે. એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં પાકિસ્‍તાની સેનાએ કહ્યું કે ભારતીય વિમાનોએ નૂર ખાન એર બેઝ, મુરીદ બેઝ અને શોરકોટને નિશાન બનાવ્‍યા હતા.ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે પાકિસ્‍તાને જમ્‍મુ, પઠાણકોટ, ફિરોઝપુર સહિત ૨૬ શહેરો પર ડ્રોનથી હુમલો કર્યો હતો, જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્‍યા હતા. પાકિસ્‍તાનના હુમલા અંગે ભારતીય સેનાએ કહ્યું કે ઉત્તર કાશ્‍મીરના બારામુલ્લાથી ગુજરાતના ભૂજ સુધી ૨૬ સ્‍થળોએ ડ્રોન જોવા મળ્‍યા હતા. બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્‍મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્‍કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લકી નાલામાં ડ્રોન જોવા મળ્‍યા હતા. ૅઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી, આંતરરાષ્‍ટ્રીય સરહદ અને પાકિસ્‍તાન સાથેની નિયંત્રણ રેખા પર ૨૬ સ્‍થળોએ ડ્રોન જોવા મળ્‍યા છે,ૅ નિવેદનમાં જણાવાયું છે.

આમાં શંકાસ્‍પદ સશષા ડ્રોનનો પણ સમાવેશ થાય છે જે નાગરિક અને લશ્‍કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો છે. ૅદુર્ભાગ્‍યવશ, એક સશષા ડ્રોને ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્‍તારને નિશાન બનાવ્‍યો, જેના પરિણામે એક સ્‍થાનિક પરિવારના સભ્‍યો ગંભીર રીતે ઘાયલ થયા,ૅ એક સૈન્‍ય અધિકારીએ જણાવ્‍યું. તેમણે કહ્યું કે પરિસ્‍થિતિ પર નજીકથી અને સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્‍યાં જરૂર પડશે ત્‍યાં તાત્‍કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.૨૨ એપ્રિલે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો લેવા માટે ભારતીય સશષા દળોએ બુધવારે પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન કબજા હેઠળના કાશ્‍મીર (PoK) માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતા સચોટ હુમલા કર્યા બાદ બંને પડોશી દેશો વચ્‍ચે તણાવ વધી ગયો હતો. પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.

(11:46 AM IST)