<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

પાકિસ્‍તાને ફાઈટર જેટ અને મિસાઈલોથી હૂમલો કર્યોઃ હોસ્‍પિટલ અને શાળાઓને નુકશાન પહોંચાળ્‍યું

ઓપરેશન સિંદુર પર વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ

નવી દિલ્‍હી, તા.૧૦:પાકિસ્‍તાન સાથેના તણાવ પર વિદેશ મંત્રાલયે સતત ચોથા દિવસે પ્રેસ કોન્‍ફરન્‍સ કરી છે. આમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્‍ડર વ્‍યોમિકા સિંહ હાજર રહીને માહિતી આપી હતી. શુક્રવારની રાત અને શનિવારે વહેલી સવાર સુધી પાકિસ્‍તાને સતત ડ્રોન છોડીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ભારતીય સેનાએ આ હુમલા નિષ્‍ફળ બનાવ્‍યા હતા.

અગાઉની પ્રેસ કોન્‍ફરન્‍સમાં કર્નલ સોફિયાએ કહ્યું હતું કે પાકિસ્‍તાને ૧૫ ભારતીય લશ્‍કરી ઠેકાણાં પર હુમલો કર્યો હતો. આને નિષ્‍ફળ બનાવ્‍યા પછી પાકિસ્‍તાનને યોગ્‍ય જવાબ આપવામાં આવ્‍યો. ભારતે લાહોરમાં એર ડિફેન્‍સ સિસ્‍ટમનો નાશ કર્યો.

પાકિસ્‍તાન પશ્‍ચિમી સરહદે હૂમલો કરી રહયું છે. પાકિસ્‍તાને મોટા શસ્‍ત્રોનો ઉપયોગ કર્યોઃ પાકિસ્‍તાને આપણા સૈન્‍ય ઠેકાણાઓને નિશાન બનાવ્‍યા.

પાકિસ્‍તાનનું વલણ બે જવાબદાર છે, કુપવાડા, પુંછ ઉધમપુરમાં મિસાઈલ હૂમલો કરી રહયું છે પાકિસ્‍તાન. ભારતે પાકિસ્‍તાનના હૂમલાનો વળતો જવાબ આપ્‍યો છે. પાકિસ્‍તાને પેસેન્‍જર ફલાઈટસની આડમાં હૂમલા કર્યા, તેને તેની ભાષામાં જવાબ મળી રહયો છે.

પાકિસ્‍તાને હવાઈ ધૂષણખોરીના પ્રયાસ કર્યા, શ્રીનગરમાં પાકિસ્‍તાને શાળાઓને નિશાન બનાવી.

(1:29 PM IST)