News of Saturday, 10th May 2025
આ વર્ષે કેરળમાં ચોમાસુ વહેલુ આવી શકે છે
દક્ષિણ પશ્ચિમ ચોમાસું ૨૭ મેના રોજ કેરળ પહોંચી શકે છેઃ હવામાન વિભાગ સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા

નવી દિલ્હી,તા.૧૦: હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે દક્ષિણપヘમિ ચોમાસું ૨૭ મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું ૧ જૂન સુધીમાં કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે કેરળ વહેલું પહોંચવાની ધારણા છે. જો ૨૭ મે સુધીમાં ચોમાસુ કેરળમાં આવી જશે, તો તે ૨૦૦૯ પછીનું સૌથી પહેલું ચોમાસુ હશે. ૨૦૦૯ માં, ચોમાસુ ૨૩ મે ના રોજ કેરળમાં પહોંચ્યું હતું.
સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા
સામાન્ય રીતે દક્ષિણપ?મિ ચોમાસું ૧ જૂને કેરળ પહોંચે છે અને ૮ જુલાઈ સુધીમાં સમગ્ર ભારતને આવરી લે છે. ૧૭ સપ્ટેમ્બરથી, ચોમાસું ભારતના ઉત્તરપヘમિ ભાગોમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને ૧૫ ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે. હવામાન વિભાગે એપ્રિલની આગાહીમાં આશા વ્યક્ત કરી છે કે ૨૦૨૫ માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ કારણે, અલ નીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે, કારણ કે અલ નીનોની અસરને કારણે, સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે. પળથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે, આ વર્ષે ચાર મહિનાના ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન, ૧૦૫ ટકા વરસાદ પડી શકે છે, જે ૮૭ સેમીના સરેરાશ વરસાદ કરતાં વધુ છે.તાજેતરમાં, હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુઓમાં ૧૩ મેના રોજ જ આગળ વધી શકે છે. સામાન્ય રીતે આ ૨૦ મેની આસપાસ થાય છે, પરંતુ આ વખતે તે એક અઠવાડિયા વહેલું થઈ રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસાને નિકોબાર ટાપુઓથી કેરળ પહોંચતા ૧૦ દિવસ લાગે છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
