<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં બ્લેકઆઉટ : પઠાણકોટમાં ડ્રોન દેખાયા બાદ સાયરન વાગ્યા

પંજાબના ફિરોઝપુરમાં ફરી એકવાર બ્લેકઆઉટ જાહેર: સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું - શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા

યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકોમાં જ પાકિસ્તાને નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પઠાણકોટમાં ડ્રોન જોવા મળ્યા બાદ સાયરન વાગવા લાગ્યા. આ સાથે જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. પંજાબના ફિરોઝપુરમાં ફરી એકવાર બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. તેમણે પૂછ્યું કે આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે

(9:29 PM IST)