<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

નાપાક પાકિસ્તાનનું યુદ્ધવિરામ ભંગ : દ્વારકા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રોન ખતરો યથાવત : કલેક્ટર દ્વારા બ્લેકઆઉટના નિયમો ફરી લાગુ

પાકિસ્તાનની નાપાક હરકતોથી દરિયાઈ પટ્ટી પર એલર્ટ : દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો

દીપેશ સામાણી, દ્વારકા : પાકિસ્તાન દ્વારા વારંવાર થઈ રહેલા યુદ્ધવિરામ ભંગ અને ભારતના અલગ અલગ રાજ્યોમાં ડ્રોન હુમલાના પ્રયાસોને પગલે દ્વારકા સહિત સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા અગાઉ દર્શાવેલ નીતિ નિયમો ફરીથી યથાવત રાખવામાં આવ્યા છે.
કલેક્ટર રાજેશ તન્નાએ દ્વારકા શહેર સહિત અગાઉ જણાવેલ તમામ સ્થળોએ રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ કરવા માટે ફરીથી અનુરોધ કર્યો છે. તેમણે સમગ્ર જિલ્લા અને ખાસ કરીને દ્વારકામાં પ્રવર્તમાન સ્થિતિને જોતા તમામ નાગરિકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા માટે અપીલ કરી છે. પાકિસ્તાનની આ નાપાક હરકતોને કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તંગદિલીનો માહોલ યથાવત છે અને સુરક્ષા એજન્સીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

 

(10:42 PM IST)