News of Sunday, 11th May 2025
ભારત-પાક યુદ્ધવિરામ: 'આજે અમારા બાળકો સુઈ શકશે', કુપવાડા-કાશ્મીરના લોકોની રાહતનો શ્વાસ
સરહદ પર શાંતિની આશા જાગી, તોપમારો અને ગોળીબારથી ત્રસ્ત ગ્રામજનોએ યુદ્ધવિરામનું સ્વાગત કર્યું

કુપવાડા (કાશ્મીર), તા. ૧૦ મે: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતાં સરહદ પર રહેતા કુપવાડાના ગ્રામીણ લોકોએ ખુશી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે યુદ્ધ બંધ થવાના સમાચારથી તેઓ ઘણા ખુશ છે, કારણ કે સરહદ પર રહેવાની મુશ્કેલીઓ તેઓ જ જાણે છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ અને તેમના બાળકો ઊંઘી શક્યા નહોતા, બાળકો શાળાએ જઈ શકતા નહોતા અને ધંધા-રોજગાર પણ ઠપ થઈ ગયા હતા. વૃદ્ધ માતા-પિતા અને વડીલો પણ ભારે પરેશાન હતા.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મોબાઈલ પર સમાચાર દ્વારા તેમને જાણ થઈ કે હવે વાતચીત થશે અને યુદ્ધવિરામ થશે, જેનાથી તેઓ ઘણા ખુશ થયા છે. તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે જ્યારે તેમના પર ગોળા પડે છે, તોપમારો થાય છે અને ગોળીબાર થાય છે, ત્યારે તેમની પાસે બચવાનો કોઈ ઉપાય હોતો નથી કે છુપાવાની કોઈ જગ્યા હોતી નથી. તેઓ ગરીબ લોકો છે અને શાંતિ જળવાય રહે તથા જનજીવન સામાન્ય બને તેવી પ્રાર્થના કરે છે. યુદ્ધવિરામના સમાચારથી કુપવાડાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આશા વ્યક્ત કરી છે કે હવે તેમના બાળકો શાંતિથી સૂઈ શકશે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
