<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

જમ્મુ અને કાશ્મીરના નારગોટામાં યુદ્ધવિરામ ભંગ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિ :સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

પાકિસ્તાને શનિવારે યુદ્ધ વિરામ છતા શ્રીનગરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો: એક થી દોઢ કલાકમાં આઠ જોરદાર વિસ્ફોટ થયા

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના નારગોટામાં યુદ્ધવિરામ ભંગ દરમિયાન આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના નારગોટામાં યુદ્ધવિરામ ભંગ દરમિયાન આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની માહિતી મળતાં, સેના અને પોલીસની સંયુક્ત ટુકડીએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે ત્યાર બાદ આતંકવાદી હુમલો નહી પરંતુ અન્ય કોઇ શંકાસ્પદ ગતિવિધિ હોવાની માહિતી સામે આવી રહી હતી. હાલ તો એએનઆઇએ ટ્વીટ કરીને વધારે માહિતીની રાહ જોવાઇ રહી હોવાનું જણાવ્યું હતું. જો કે બીજી તરફ PIB દ્વારા આ દાવાને નકારવામાં આવી રહ્યો છે. હાલ તો અધિકારીક માહિતીની રાહ જોવાઇ રહી છે.

  પાકિસ્તાને શનિવારે યુદ્ધ વિરામ છતા શ્રીનગરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, એક પછી એક વિસ્ફોટથી શહેરમાં ભયનો માહોલ સર્જાયો. પહેલો વિસ્ફોટ સવારે લગભગ 5:30 વાગ્યે થયો હતો. જ્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા. આ પછી, લગભગ એક થી દોઢ કલાકમાં આઠ જોરદાર વિસ્ફોટ થયા હતા 

સમાચાર આવવા લાગ્યા કે, શ્રીનગર એરફિલ્ડ, જેને ટેકનિકલ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, પર હુમલો કરવામાં આવ્યો છે. વિસ્ફોટો પછી તરત જ, ઘણા ભાગોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ. સૂત્રોએ જણાવ્યું હતું કે, બપોરે શહેરના શ્રીનગર ઓલ્ડ એરફિલ્ડ નજીક બે મોટા વિસ્ફોટો સંભળાયા હતા. કેટલાક વિસ્તારોમાં સાયરનનો અવાજ પણ સંભળાયો હતો. આ દરમિયાન, શ્રીનગરના ઓલ્ડ એરફિલ્ડ પર એર ડિફેન્સ સિસ્ટમે એક ડ્રોનને તોડી પાડ્યું.

 

સવારે થયેલા જોરદાર વિસ્ફોટો પછી, ડાલ લેકમાં એક મિસાઇલ જેવી વસ્તુ પડી. આ પછી તળાવમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો આર્મી હેડક્વાર્ટર પર હતો, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો અને તેનો કાટમાળ તળાવમાં પડ્યો હતો. બાદમાં સેનાના જવાનોએ તળાવમાંથી કાટમાળ બહાર કાઢ્યો હતો.

 

શહેરમાં થયેલા વિસ્ફોટો પછી, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. શ્રીનગરની બહારના લાસજનમાં એક ઘરના આંગણામાં મિસાઇલનો એક ભાગ પડતો પણ જોવા મળ્યો હતો.

ઘટના પછી, સ્થાનિક રહેવાસી આબિદ ઝહૂરે કહ્યું કે અચાનક અવાજો સંભળાયા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તે હવાઇ વિસ્ફોટ હતો, પરંતુ અનેક વિસ્ફોટોના અવાજ સાંભળ્યા પછી, પરિવારના બધા સભ્યો ગભરાઈ ગયા. બાળકો અને મહિલાઓ વધુ ડરી ગયા. અન્ય એક સ્થાનિક રહેવાસી જાવેદ અહેમદ ટાકે કહ્યું કે તેમણે 30 વર્ષમાં ક્યારેય આટલો ગભરાટ જોયો નથી. આ અનિશ્ચિતતાનો સમયગાળો છે, કોઈને સમજાતું નથી કે આગળ શું થશે.

 

(12:12 AM IST)