News of Sunday, 11th May 2025
મોડીરાત્રે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વાત કરી.
રાત્રે રાજ્યોની પરિસ્થિતિ જાણવા માટે વીડિયો કોન્ફરન્સ યોજી : સરહદ પારથી કોઈપણ ગોળીબાર કે હુમલાની સ્થિતિમાં સતર્ક રહેવા અને રાજ્યોના નાગરિક સંરક્ષણ તંત્રને સક્રિય કરવા જણાવ્યું

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વાત કરી. તેમણે શનિવારે રાત્રે રાજ્યોની પરિસ્થિતિ જાણવા માટે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, ગૃહ સચિવે મુખ્ય સચિવોને સરહદ પારથી કોઈપણ ગોળીબાર કે હુમલાની સ્થિતિમાં સતર્ક રહેવા અને પોતપોતાના રાજ્યોના નાગરિક સંરક્ષણ તંત્રને સક્રિય કરવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો કોન્ફરન્સ એવા સમયે થઈ હતી જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે તાત્કાલિક ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો કરાર થયો હતો. તમને જણાવી દઈએ કે શનિવારે મોડી સાંજે જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ગોળીબારના સમાચાર આવ્યા બાદ વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે સેનાને તેનો કડક રીતે સામનો કરવા સંદેશ આપવામાં આવ્યો છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
