News of Sunday, 11th May 2025
‘ઓપરેશન સિંદૂર ટ્રેડમાર્ક રજીસ્ટર ન થવી જોઈએ’, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
ઓપરેશન સિંદુર એ સૈનિકોને વિધવાઓના બલિદાનનું પ્રતિક છે, જેમણે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા આતંકવાદ સામેની લડાઇમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતુ. ભારતીય સેનાએ મિસાઇલ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ હુમલા પછી, પાકિસ્તાન દ્વારા ભારત પર મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા, જેને ભારતીય સશસ્ત્ર દળોએ સંરક્ષણ પ્રણાલીની મદદથી નિષ્ફળ બનાવ્યા હતા. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની પણ જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે, આ સમગ્ર ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોર્ટને ઓપરેશન સિંદૂર નામ હેઠળ ટ્રેડમાર્કની નોંધણીને મંજૂરી ન આપવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.
અરજદાર દેવ આશિષ દુબેએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે ઓપરેશન સિંદૂર નામનો વ્યાપારી શોષણ માટે દુરુપયોગ ન થવો જોઈએ. અરજદારના વકીલે કહ્યું, “ઓપરેશન સિંદૂર દેશના લોકોની, દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારાઓ અને 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની લાગણીઓ સાથે જોડાયેલું છે.” ઓપરેશન સિંદૂર એ સૈનિકોની વિધવાઓના બલિદાનનું પ્રતીક છે જેમણે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા આતંકવાદ સામેની લડાઈમાં પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.”
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શિક્ષણ અને મનોરંજન જેવી સેવાઓ સંબંધિત વર્ગ 41 હેઠળ ઓપરેશન સિંદૂર નામ અને શૈલી હેઠળ ટ્રેડમાર્ક નોંધણી માટે અત્યાર સુધીમાં 5 વ્યક્તિઓએ ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી છે કે ઓપરેશન સિંદૂર હેઠળના અભિયાનનો વ્યાપારી શોષણ માટે દુરુપયોગ ન થવા દેવો જોઈએ. જેઓ ફક્ત પોતાના ફાયદા માટે લોકોની લાગણીઓનો લાભ લેવા માંગે છે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
