<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ-અમેરિકા કે અન્ય કોઈ દેશને કાશ્મીર મુદ્દે દખલગીરી કરવાની જરૂર નથી

નવી દિલ્‍હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની ઓફર બાદ શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, ભારતને કાશ્મીરનો ઉકેલ શોધવા માટે કોઈપણ દેશની દખલની જરૂર નથી. X પરની એક પોસ્ટમાં, પ્રિયંકાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે કોઈપણ દેશના હસ્તક્ષેપ વિના પડકારનો સામનો કરવો જ જોઇએ.

 

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, "કાશ્મીર પર ઉકેલ શોધવા માટે અમને અમેરિકા કે અન્ય કોઈ દેશની દખલની જરૂર નથી. ભાગ્યએ અમને તે જવાબદારી આપી છે અને ભારતે તે પડકારનો સામનો કરવો જ જોઇએ. જોકે કાશ્મીરનો ઉકેલ શોધવા માટે ભારતને અમેરિકા કે અન્ય કોઈ દેશની દખલની જરૂર નથી. ભાગ્યએ આપણને તે જવાબદારી સોંપી છે અને ભારતે તે પડકારનો સામનો કરવો જ પડશે.

 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સિઝિફાયને આવકારવા કહ્યું હતું ,કે જો શાંતિ સ્થાપિત ન થઈ હોત તો લાખો લોકો મૃત્યુ પામ્યા હોત. અમેરિકન રાષ્ટ્રપતિ બંને દેશો વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધનો ઉલ્લેખ કરી રહ્યા હતા. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અવિશ્વસનીય રીતે શક્તિશાળી નેતૃત્વ પર ખૂબ ગર્વ છે કે, તેમની પાસે સંપૂર્ણ રીતે જાણવા અને સમજવાની શક્તિ, શાણપણ અને હિંમત છે કે વર્તમાન આક્રમણને રોકવાનો સમય આવી ગયો છે જે ઘણા બધા લોકોના મૃત્યુ અને વિનાશ તરફ દોરી શકે છે. જો યુદ્ધ થયું હોત તો લાખો નિર્દોષ લોકો મોતને ભેટ્યા હોત! ટ્રમ્પે આ દાવા પર અડગ રહ્યા કે અમેરિકાએ શાંતિ સ્થાપવામાં મદદ કરી હતી અને કાશ્મીરના ઉકેલ માટે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. ટ્રમ્પના નિવેદનને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વખોડ્યું હતું અને કહ્યું હતું કે, અમેરિકા કે અન્ય કોઈ દેશની કાશ્મીર મુદ્દે દખલગીરી કરવાની જરૂર નથી.

(12:50 PM IST)