<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

પાકિસ્તાનના તોડી પાડેલા ડ્રોનના કાટમાળ અને કચરાની થશે ફોરેન્સિક તપાસ: ભારત ખોલશે સૈન્ય રહસ્ય

ભારત ઉપર હુમલા સ્વરૂપે પાકિસ્તાન દ્વારા ફેકવામાં આવેલા ડ્રોનને ભારતીય સુરક્ષા પ્રણાલીએ કચકડાના રમકડાની માફક જ હવામાં તોડી નાખ્યા

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂરના એક પછી એક આંચકાથી ગભરાઈને પાકિસ્તાને તુર્કીયે પાસેથી ઉછીના મેળવેલા ડ્રોનનો હિન્દુસ્તાન પર વરસાદ વરસાવ્યો હતો. આ તમામ ડ્રોનને ભારતની સુરક્ષા પ્રણાલીએ તકલાદી રમકડાની માફક જ હવામા સામૂહીક ખાત્મો બોલાવ્યો હતો. આ પછી ભારતીય સેનાએ, પાકિસ્તાનને ખોંખરુ કરવા માટે મિલિટરી એરબેઝ ઉપર મિસાઈલ મારો કરીને, રનવે ને ખાડા-વે ( ખાડાવાળો ) બનાવી નાખ્યો, રડાર સિસ્ટમને તોડીફોડી નાખી, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને જ નેસ્તનાબૂદ કરી નાખી. જો કે, ભારતે હવે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામે નવુ ઓપરેશન હાથ ધર્યું છે જે છે તોડી પાડેલા ડ્રોનના કાટમાળમાંથી પાકિસ્તાનનું રહસ્ય શોધવાનું.

ભારત ઉપર હુમલા સ્વરૂપે પાકિસ્તાન દ્વારા ફેકવામાં આવેલા ડ્રોનને ભારતીય સુરક્ષા પ્રણાલીએ કચકડાના રમકડાની માફક જ હવામાં તોડી નાખ્યા. પાકિસ્તાનના તોડી પાડેલા ડ્રોનના કાટમાળ અને કચરાની ફોરેન્સિક તપાસ હવે કરવામાં આવી રહી છે. ડ્રોનની ફોરેન્સિક તપાસમાં કેવા પ્રકારની તપાસ કરીને તેમાંથી શું શોધવામાં  આવે છે ? ડ્રોન એક દેશમાંથી કેટલાય કિલોમીટર દૂર અન્ય દેશોમાં કેવી રીતે ઉડે છે અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તે જાણો

પહેલગામના બૈસરન ખાતે ગત 22મી એપ્રિલના રોજ હિન્દુ પ્રવાસીઓને શોધી શોધીને આતંકવાદીએ કરેલ હત્યાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો ઓપરેશન સિંદૂર દ્વારા નાશ કર્યો. જ્યારે પાકિસ્તાને સતત દિવસ અને રાત ભારત પર ડ્રોન હુમલા કર્યા. ભારતનો દાવો છે કે પાકિસ્તાન દ્વારા કાશ્મીરથી ગુજરાત સુધીની સરહદ પર 26થી વધુ સ્થળોએ ઓછામાં ઓછા 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતે આ ડ્રોનને તોડી પાડ્યા. એમ પણ કહ્યું કે આ ડ્રોનની ફોરેન્સિક તપાસ હવે કરવામાં આવી રહી છે.

ડ્રોન વાસ્તવમાં એક માનવરહિત વિમાન હોય છે, જેને સામાન્ય રીતે માનવરહિત હવાઈ વાહન (UAV) અથવા માનવરહિત વિમાન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં, ડ્રોન એક ઉડતો રોબોટ પણ કહેવાય છે. જેને દૂરથી નિયંત્રિત કરી શકાય છે. તે સેન્સર અને GPS દ્વારા કામ કરે છે. તેનો ઉપયોગ હવે વિમાન વિરોધી લક્ષ્ય પ્રેક્ટિસ, ગુપ્ત માહિતી એકત્રિત કરવા તેમજ શસ્ત્રો માટેના પ્લેટફોર્મ તરીકે થઈ રહ્યો છે.

 

ડ્રોન ફોરેન્સિક તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ કાર્ય ડ્રોનને ટ્રેક કરવાનું છે. તે એ પણ જુએ છે કે કયા ઉત્પાદકે ડ્રોન બનાવ્યું છે. તેના લાઇસન્સિંગ નિયમનકારી સંસ્થાને તૈયાર કરવી એ પણ ડ્રોન ફોરેન્સિક્સનો એક ભાગ છે. જો ડ્રોન સાથે કોઈ ઘટના બને છે, તો તેનો સમાંતર અભ્યાસ કરવામાં આવે છે. તેમાં સ્થાપિત GPS ને ટ્રેક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેના ફ્લાઇટ કંટ્રોલરની ચિપનો અભ્યાસ કરવામાં આવે છે. આ બધા દ્વારા ડ્રોનની ક્ષમતા શોધી કાઢવામાં આવે છે. ઉપરાંત, ડ્રોન ક્યાંથી ઉડાડવામાં આવ્યું હતું અને તેને ક્યાંથી નિયંત્રિત કરવામાં આવી રહ્યું હતું તે શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે

 

ડ્રોનના બે મૂળભૂત કાર્યો છે, ફ્લાઇટ મોડ અને નેવિગેશન. ઉડવા માટે, ડ્રોનમાં બેટરી અથવા બળતણ જેવા ઊર્જાનો સ્ત્રોત હોવો જોઈએ. આમાં સામાન્ય રીતે રોટર્સ, પ્રોપેલર્સ, પાંખો અથવા ફ્રેમ હોય છે. ડ્રોનની ફ્રેમ હળવા વજનની સામગ્રીથી બનેલી હોય છે, જેથી તેનું વજન ઓછું થાય. પ્રોપેલરવાળા ડ્રોનમાં, ચાર ડબલ-બ્લેડેડ પ્રોપેલર ફ્રેમ સાથે જોડાયેલા હોય છે, જે મોટરનો ઉપયોગ કરીને લિફ્ટનું કામ કરે છે. પાંખોવાળા ડ્રોનમાં, વિમાનની ગતિનો ઉપયોગ કરીને પાંખોને હવામાં ધકેલવામાં આવે છે, જેના કારણે તે ઉપર ઉડે છે.

ડ્રોન માટે એક કંટ્રોલરની જરૂર હોય છે, જે તેના ઓપરેટરને રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરીને તેને લોન્ચ, નેવિગેટ અને લેન્ડ કરવાની મંજૂરી આપે છે અને આ સમય દરમિયાન તેનો ઓપરેટર એટલે કે પાઇલટ પોતે જમીન પર રહે છે. કેટલાક ડ્રોન આપમેળે પણ ઉડી શકે છે.

 

ડ્રોન RQ-4 ગ્લોબલ હોક સૌથી વધુ ઊંચાઈ પર કામ કરી શકે છે. તે એક રિકોનિસન્સ ડ્રોન છે જે લાંબા સમય સુધી ચાલે છે. ગ્લોબલ હોક 60,000 ફૂટથી વધુ ઊંચાઈ પર 30 કલાકથી વધુ સમય સુધી હવામાં રહી શકે છે.

 

બાયકર મકિના દ્વારા વિકસિત ડ્રોન બેરાક્ટર TB2 એ પણ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. આ ડ્રોન 27 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડવા માટે સક્ષમ છે. અમેરિકન ડ્રોનની જેમ, તે કોઈપણ સમસ્યા વિના 27 કલાક સતત પોતાનું મિશન પૂર્ણ કરી શકે છે. આ ડ્રોન 150 કિલોગ્રામ સુધી વજનનો માલ અથવા વિસ્ફોટકો લઈ જઈ શકે છે. આ દ્વારા, સશસ્ત્ર વાહનો અને કિલ્લેબંધી પર સચોટ હુમલો કરી શકાય છે.

(5:06 PM IST)