News of Sunday, 11th May 2025
ભારે વરસાદનું એલર્ટ : આગામી ૫ દિવસ સુધી ભારે પવન સાથે તોફાની વરસાદ અને કરા પડવાની આગાહી
જમ્મુ-કાશ્મીરથી લઈને ગુજરાત સુધી અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર : જાણો તમારા વિસ્તારની હવામાન સ્થિતિ

નવી દિલ્હી, તા. ૧૧ મે : દેશના અનેક ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ, તોફાની પવન અને કરા પડવાની સંભાવનાને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ સમયે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કયા રાજ્યોમાં કેવું રહેશે હવામાન:
* ૧૧ અને ૧૨ મે: જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા ચંદીગઢ અને પૂર્વોત્તર રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ અને ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.
* ૧૧ મે: પંજાબ, હરિયાણા ચંદીગઢમાં પવનની ગતિ ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકથી વધીને ૭૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
* ૧૧ અને ૧૨ મે: ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી આવવાની સંભાવના છે, જે ૭૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
* ૧૪ અને ૧૫ મે: છત્તીસગઢમાં પણ આવું જ હવામાન રહેશે.
* ૧૧ થી ૧૫ મે: અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અને ૧૧ થી ૧૪ મે દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે.
* ૧૩ મે: મેઘાલયમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
* ૧૧ મે: મેઘાલયમાં કેટલાક સ્થળોએ કરા પણ પડી શકે છે.
* ૧૫ મે સુધી: મધ્ય મહારાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જેની ગતિ ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
* ૧૩ મે સુધી: મરાઠવાડા અને ગુજરાત રાજ્ય તેમજ કોંકણ અને ગોવામાં પવનની ગતિ ૩૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
* ૧૧ થી ૧૩ મે દરમિયાન: પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આંધી, વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. પવનની ગતિ ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
* ૧૫ મે સુધી: છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં, ૧૫ મેના રોજ બિહાર, ઝારખંડમાં, ૧૩ મે સુધી પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઝારખંડમાં પવનની ગતિ ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકથી વધીને ૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આ આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
