News of Sunday, 11th May 2025
ભારતના હુમલામાં ઈસ્લામાબાદનું નૂર ખાન એરબેઝ તબાહ થયું : વિનાશની પહેલી તસવીર સામે આવી
પાકિસ્તાનનું સૌથી સંવેદનશીલ એરબેઝ જેને ભારતે હવાઈ હુમલા દ્વારા નષ્ટ કરી દીધું; આ એરબેઝ પર 3800 ડ્રોન તૈનાત કરાયા હતા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ વળતો હુમલો કર્યો અને પાકિસ્તાન વાયુસેનાના નૂર ખાન એરબેઝને નિશાન બનાવ્યું, જેના કારણે ત્યાં ભારે વિનાશ વેર્યો હતો. નૂર ખાન એરબેઝ પર થયેલા વિનાશની પહેલી તસવીર સામે આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,
પાકિસ્તાન વાયુસેનાનું એરબેઝ નૂર ખાન ઇસ્લામાબાદથી માત્ર 10 કિમી દૂર આવેલું છે. આ પાકિસ્તાનનું સૌથી સંવેદનશીલ એરબેઝ છે, જેને ભારતે હવાઈ હુમલા દ્વારા નષ્ટ કરી દીધું હતું. સૌથી મહત્વની વાત એ છે કે આ એરબેઝ પર 3800 ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા, જે ભારતના હુમલાને રોકી શક્યા નહીં. આ અંગે ચીની સેટેલાઇટ ફર્મે નૂર ખાન એરબેઝની તસવીર જાહેર કરી છે
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ચીની તસવીર નૂર ખાન એરબેઝને થયેલા નુકસાનને દર્શાવે છે. ભારતીય વાયુસેનાએ ઇસ્લામાબાદમાં ઘૂસીને નૂર ખાન એર બેઝનો નાશ કર્યો, જેનાથી પાકિસ્તાનના સંરક્ષણનો પર્દાફાશ થયો અને ભારતની શક્તિનો પરિચય થયો.
ભારતીય વાયુસેનાએ 8-10 મેના રોજ લશ્કરી હુમલામાં 11 પાકિસ્તાની એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં નૂર ખાન, રફીકી, મુરીદ, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયા, સરગોધા, સ્કર્દુ, ભોલારી અને જેકોબાબાદ એરબેઝનો સમાવેશ થાય છે. આ અંગે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ ફક્ત ઓળખાયેલા લશ્કરી લક્ષ્યો પર જ ચોક્કસ હુમલા કર્યા હતા.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
