News of Sunday, 11th May 2025
'આજ રાત પાકિસ્તાનને કડક ચેતવણી, હુમલો કર્યો તો ભારત આપશે જડબાતોડ જવાબ' : ભારતીય સેનાનું મોટું એલાન
'ઓપરેશન સિંદૂર' પર સેનાની પ્રેસ કોન્ફરન્સ, ડીજીએમઓએ દુશ્મન દેશને યુદ્ધવિરામ તોડવા પર આકરો જવાબ આપવાની ચીમકી આપી

નવી દિલ્હી, તા. ૧૧ મે (રાત્રે ૮:૧૨): ભારતીય સેનાએ આજે 'ઓપરેશન સિંદૂર'ને લઈને એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (ડીજીએમઓ) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ડીજી એર ઓપરેશન્સ એર માર્શલ એ.કે. ભારતી અને ડીજી નેવલ ઓપરેશન્સ એ.એન. પ્રમોદ પણ હાજર રહ્યા હતા.
સેનાએ દુશ્મન દેશ પાકિસ્તાનને યુદ્ધવિરામ (Ceasefire) તોડવા અંગે કડક ચેતવણી આપી છે. ભારતીય સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો આજે રાત્રે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવશે અથવા ડ્રોન મોકલવામાં આવશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
