News of Sunday, 11th May 2025
પાકિસ્તાનમાં ફરી તખ્તાપલટની તૈયારીઓ: :સેનાઅધ્યક્ષ અસીમ મુનીરે શરૂ કર્યા પેંતરા
પાકિસ્તાનના સેના સુપ્રીમો મૌલાના મુનીરે ભારત સામે જંગ છેડવા સમયે ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા

પાકિસ્તાનના સેનાઅધ્યક્ષ અસીમ મુનીરે તખ્તાપલટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે તખ્તાપલટ બાદ સેનાપતિએ પ્રજામાં લોકપ્રિય થઈને પાકિસ્તાનની કંગાળ, કઠપુતળી જેવી પ્રજાનો જનાધાર મેળવવો પડતો હોય છે. ચાલાક અસિમ મુનીરે તખ્તા પલટ પહેલા જ પ્રજાની લાગણી જીતવા અને પ્રેમ પામવા માટેના પેતરા શરૂ કરી દીધા છે.
પાકિસ્તાન હાલમાં આંતરિક સંઘર્ષની આગમાં સળગી રહ્યું છે. ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા સરહદી પ્રાંતોએ, ભારત સામેના યુદ્ધથી દૂર રાખ્યા છે. આ વિસ્તારોમાં સામાન્ય માન્યતા એવી છે કે, ભારત સામે આ પાકિસ્તાનની લડાઈ નથી પણ પંજાબની સેનાની છે
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લોકો માને છે કે પાકિસ્તાની સેના દાયકાઓથી આતંકવાદીઓને આશ્રય આપી રહી છે. હવે, જ્યારે આખો દેશ તે નીતિના પરિણામો ભોગવી રહ્યો છે. આવા સંજોગોમાં સેના અસીમ મુનીરથી પીઠ ફેરવી રહી છે
પાકિસ્તાનના સેના સુપ્રીમો મૌલાના મુનીરે ભારત સામે જંગ છેડવા સમયે ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટર થકી અસીમ મુનીરને લાગે છે કે તેણે આચરેલા તમામ ગુના માફ થઈ જશે. ભીરુ પ્રજા માફ કરી દેશે અને તખ્તાપલટને સ્વીકારી લેશે
પાકિસ્તાનમાં આ અગાઉ પણ તખ્તપલટાના ત્રણ કિસ્સા બન્યા છે. જનરલ જીયા ઉલ હક્ક એ, હાલમાં શેખી મારતા બિલાવર ભુટ્ટોના નાનાને વડાપ્રધાનની ખુરશી પરથી ઉઠાડીને ફાંસીને માંચડે લટકાવી દીધા હતા.
પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફને, જનરલ મુશરફે વડાપ્રધાનપદની ખુરશીમાંથી તગેડી મૂક્યા હતા. આ એ જ મુશરફ છે જે આગ્રા એગ્રીમેન્ટ કરવા માટે ભારત આવ્યો હતો. જેના હોદ્દા દરમિયાન કારગીલ યુદ્ધ થયુ હતું.
આમ અસીમ મુનીર પણ ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાનમાં તખ્ત પલટ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન પદે બેસી જવા તૈયારી કરી રહ્યો છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
