<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ભારત-પાકિસ્તાન ડીજીએમઓ સ્તરની વાતચીત મોકૂફ : સાંજે યોજાય શકે

યુદ્ધવિરામ અંગે આજે બપોરે થનારી બેઠક હવે સાંજે 4 વાગ્યા પછી યોજાશે

 

 

નવી દિલ્હી : સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે આજે બપોરે થનારી વાતચીત મોકૂફ રાખવામાં આવી છે અને હવે તે સાંજે 4 વાગ્યા પછીયોજાશે. શનિવારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે સહમતિ સધાઈ હતી, જેના અનુસંધાને આ બેઠક થવાની હતી.
ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ પુષ્ટિ કરી છે કે ભારતે પાકિસ્તાનમાં આતંકી કેમ્પો પર કરેલા હુમલામાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
બંને દેશોના ડીજીએમઓએ ૧૦ મેના રોજ વાતચીત કરી હતી અને ભારતીય સમય અનુસાર સાંજે ૫ વાગ્યાથી તમામ સૈન્ય કાર્યવાહી રોકવા માટે સંમત થયા હતા. ૧૧ મેના રોજ, સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર અને તેના પરિણામો અંગે એક સંયુક્ત બ્રીફિંગ યોજી હતી.
જનરલ ઘઈએ જણાવ્યું હતું કે ભારતની લડાઈ આતંકવાદીઓ સામે છે, પાકિસ્તાની સેના સામે નહીં. જો કે, પાકિસ્તાનની સતત દુશ્મનાવટને કારણે ભારત પાસે જવાબી કાર્યવાહી સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. હવે આજે મોકૂફ રહેલી ડીજીએમઓ સ્તરની વાતચીતમાં યુદ્ધવિરામ અંગે આગળ ચર્ચા કરવામાં આવશે.

(1:31 PM IST)