News of Tuesday, 13th May 2025
પાકિસ્તાનની ખુલ્લી મદદ કરનાર તુર્કી હવે શાંતિની વાતો કરવા લાગ્યું :રશિયા અને યુક્રેન યુદ્ધ અટકવવા તરફેણ કરી
આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અપીલ કરી કે તે રશિયાના પ્રસ્તાવને સ્વીકાર કરે અને પ્રત્યક્ષ રીતે વાતચીત કરે

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અને તણાવભર્યાં માહોલમાં આતંકવાદીના સૂત્રધાર પાકિસ્તાનની ખુલ્લી રીતે મદદ કરનાર તુર્કીએ હવે શાંતિની વાત કરવા લાગ્યું છે .
તેણે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલ યુદ્ધને અટકાવવાની તરફેણ કરી છે. આ ઘટના ત્યારે સામે આવી કે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તુર્કીમાં એકબીજાની સામે વાતચીત કરવા પડકાર આપ્યો. જેલેન્સ્કીએ કહ્યું કે તે તે પુતિનની તુર્કીમાં રાહ જોશે.
આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અપીલ કરી કે તે રશિયાના તાજેતરના પ્રસ્તાવને સ્વીકાર કરે અને પ્રત્યક્ષ રીતે વાતચીત કરે.જેલેન્સ્કીએ આશા વ્યક્ત કરી છે કે એકતરફી યુદ્ધ વિરામ લાગૂ થઈ જશે. જેથી કુટનીતિની દ્રષ્ટીએ જમીન તૈયાર થઈ શકે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
