<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

દુનિયામાં સૌથી વધુ દુષ્‍કર્મના કેસો ભારતમાં બને છે

લાન્‍સેટે કરેલા સ્‍ટડીમાં આઘાતજનક ખુલાસા સામે આવ્‍યાઃ ૩૦ ટકા ભારતીય મહિલાઓ દુષ્‍કર્મનો ભોગ

નવી દિલ્‍હી તા.૧૩: કહેવામાં તો સારુ લાગે કે ‘‘મેરા ભારત મહાન'' પણ ભારતની એક કડવી સચ્‍ચાઈ જાણીને માથું શરમથી ઝૂકી જશે. દુનિયામાં સૌથી વધુ દુષ્‍કર્મના કેસો ભારતમાં બને છે અર્થાત દેશમાં મહિલાઓ સલામત નથી, આ વાતનું તાજું ઉદાહરણ રેપ કેસોમાં દિનપ્રતિદિન થઈ રહેલો વધારો છે.

ભારતમાં લગભગ ત્રીજા ભાગ (૩૦.૮%) મહિલાઓએ ૧૮ વર્ષની ઉંમર પહેલા જાતીય હિંસાનો અનુભવ કર્યો હતો, જે વૈશ્વિક સરેરાશ ૧૮% કરતા ઘણી વધારે છે. અભ્‍યાસમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જાતીય હિંસાના દરમાં નોંધપાત્ર પ્રદેશ અને દેશ-સ્‍તરનો તફાવત પણ ઓળખવામાં આવ્‍યો હતો. સ્‍ટડી અનુસાર અમેરિકામાં ૨૭.૫ ટકા,સ્ત્રીઓ અને ૧૬.૧%પુરુષો, બ્રિટનમાં ૨૪.૪%સ્ત્રીઓ અને ૧૬.૫% પુરુષો, અને ભારતમાં સૌથી વધુ ૩૦.૮%સ્ત્રીઓ અને ૧૩.૫% પુરુષો જાતિય હિંસાનો ભોગ બને છે. આ અભ્‍યાસમાં ઉપયોગમાં લેવાયેલી SVAC ની કેસ વ્‍યાખ્‍યા ૧૮ વર્ષની ઉંમર પહેલાં સંભોગ અથવા અન્‍ય સંપર્ક જાતીય હિંસા (એટલે કે, પ્રેમ અને અન્‍ય જાતીય સ્‍પર્શ) નો અનુભવ કરવો છે, જેમાં સંપર્ક અનિચ્‍છનીય હતો (એટલે કે, શારીરિક રીતે દબાણ કરવામાં આવ્‍યું હતું અથવા બળજબરી કરવામાં આવ્‍યું હતું). આ સ્‍ટડીમાં ઓનલાઈન દુર્વ્‍યવહાર અથવા શોષણનો સમાવેશ થતો નથી.

૧૮ વર્ષ પહેલાં કેટલાસ્ત્રી-પુરુષો જાતિય હિંસાનો ભોગ બન્‍યાં અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે દક્ષિણ એશિયામાં મહિલાઓ માટે જાતીય હિંસાનો સરેરાશ દર સૌથી વધુ નોંધાયો હતો, જેમાં બાંગ્‍લાદેશમાં ૯.૩%થી ભારતમાં ૩૦.૮% નો દર હતો, જ્‍યારે પેટા સહારન આફ્રિકામાં પુરુષોમાં સૌથી વધુ દર હતો, જે ઝિમ્‍બાબ્‍વેમાં ૭.૯% થી કોટ ડીઆઇવોરમાં ૨૮.૩% હતો. સંશોધકોએ જણાવ્‍યું હતું કે, વૈશ્વિક સ્‍તરે, આ અંદાજો ૧૯૯૦ થી પ્રમાણમાં સ્‍થિર રહ્યા છે, જેમાં દેશ અને પ્રાદેશિક સ્‍તરે થોડો ફેરફાર થયો છે. સ્‍ટડીમાં એવું પણ એવું જણાવાયું હતું કે કિશોરો અને યુવાનોમાં જાતીય હિંસાનો પહેલો અનુભવ ૧૮ વર્ષની ઉંમર પહેલા ૬૭.૩%સ્ત્રીઓ અને ૭૧.૯% પુરુષોમાં થયો હતો.

સ્‍ટડીના તારણોએ સ્‍પસ્‍ટ કરી દીધું છે કે ભારતમાં દુષ્‍કર્મના સૌથી વધુ કેસ બને છે. આખી દુનિયામાં મહિલાઓ સામે થતાં દુષ્‍કર્મના કેસોમાં ૩૦.૮% કેસ ભારતમાં બને છે જે સૌથી વધુ છે. અર્થાત ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી. મહિલાઓએ આ રિપોર્ટ ખાસ વાંચવા જેવો છે અને તે પ્રમાણે પગલાં ભરવાની જરુર છે.(૩૮.૮)

(1:42 PM IST)