<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

રાજકીયપક્ષો, ટ્રસ્‍ટો, કોલેજ, સંસ્‍થાઓ માટે IT રિટર્ન ફોર્મ -૭ જાહેર

પક્ષોએ હવે ડિજિટલ સહી વાળું રિટર્ન ફાઇલ કરવું પડશે : સીબીડીટી દ્વારા તમામ આઇટીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યા

નવી દિલ્‍હી તા.૧૩: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ દ્વારા રાજકીય પક્ષો, ટ્રસ્‍ટો, કોલેજ સહિત સંસ્‍થાઓ માટેના આકારણી વર્ષ ૨૦૨૫-૨૬ના ઇન્‍કમટેક્‍સ રિટર્ન ફોર્મ -૭ જાહેર કરવામાં આવ્‍યું છે. ઈન્‍કમટેક્‍સ એક્‍ટની કલમ ૧૩૯ની પેટા કલમો હેઠળ આ સંસ્‍થાઓને ફોર્મ ૭ મુજબ રિટર્ન ફાઇલ કરવાનું જરૂરી હોય છે.

આ સંશોધિત આઈટીઆર ફોર્મ -૭માં ઘણા ફેરફારો કરાયા છે. જેમાં મહત્‍વનો ફેરફાર કેપિટલ ગેઇન સંબંધીત છે. જેમાં જણાવાયું છેકે, ૨૩મી જુલાઈ ૨૦૨૪ પહેલાં અને પછી થયેલો કેપિટલ ગેઇન અલગથી દર્શાવવો પડશે. આ ઉપરાંત કેપિટલ લોસ જો શેર બાય બેક દરમિયાન થાય તો તે મજરે મળશે. જોકે તેમાં ડિવીડન્‍ડની આવકને અન્‍યસ્ત્રોતની આવક તરીકે દર્શાવવી પડશે. જે ૧ ઓકટોબર ૨૦૨૪ પછીની હોવી જોઈ એ. કલમ ૨૪ (બી) હેઠળ કપાતોના દાવા સંબંધિત પણ મહત્‍વના ફેરફાર છે. ટીડીએસના વિભાગમાં ટીડીએસના વિભાગના કોડ મુજબ માહિતી આપવી પડશે. જેથી ટીડીએસના મુદ્દે સારી રીતે અનુપાલનતા તથા પારદર્શિતા જોવા મળી શકે.

ખાસ કરીને કલમ ૧૩૯ (૪એ) હેઠળ સખાવતી અને ધાર્મિક ટ્રસ્‍ટોની આવક, કલમ ૧૩૯(૪બી) હેઠળ રાજકીય પક્ષો, કલમ ૧૩૯(૪સી) હેઠળ વૈજ્ઞાનિક સંશોધન સંસ્‍થાઓ (સાયન્‍ટિફિક રિસર્ચ ઈન્‍સ્‍ટીટયુશન્‍સ) અને કલમ ૧૩૯(૪ડી) હેઠળ શૈક્ષણિક સંસ્‍થાઓ જેવી કે યુનિવર્સિટીઓ, કોલેજો માટે આ ફોર્મ જરૂરી છે.

કલમ ૨૪ (બી) હેઠળ કર મુક્‍તિના દાવા હેઠળ કરાયેલી કપાતને કેપ્‍ચર કરવા માટે નવા ફિલ્‍ડ જોડવામાં આવ્‍યા છે, જેનાથી આ સંસ્‍થાઓની માલિકીની ગળહ સંપત્તિઓ માટે ચૂકવાયેલા વ્‍યાજ પર ડિસ્‍ક્‍લોઝરમાં સુધારો થયો છે. આ સુધારાઓના પગલે પારદર્શિતા વધશે અને કર મુક્‍તિ મેળવતી સંસ્‍થાઓ  ઈન્‍કમટેક્‍સ એક્‍ટ હેઠળ આપવામાં આવેલી શરતોનું કડક પાલન કરશે. સુધારેલું આઇટીઆર - ૭ ટ્રસ્‍ટો અને સંસ્‍થાઓ માટે વધુ સુધારાનો નિર્દેશ કરે છે.

આ સાથે સીબીડીટી દ્વારા ઈન્‍કમટેક્‍સ સંબંધિત તમામ રિટર્ન જાહેર કરી દેવાયા છે. જેમાં નાના અને મધ્‍યમ વર્ગના કરદાતાઓ માટેના આઇટીઆર ફોર્મ ૧ અને ૪ને ગત તા. ૨૯મી એપ્રિલે, ટ્રસ્‍ટો અને સંસ્‍થાઓ માટેના આઇટીઆર ફોર્મ -૭ તા.૧૧મી મેના રોજ જાહેર કરાયા હતા. આઈટીઆર ફોર્મ ૨,૩,૫, ૬ અને ૭માં જે ફેરફાર કરાયા છે, તેમાં કેપિટલ ગેઈનને તર્કસંગત બનાવવા સંબંધિત છે. આઇટીઆરના શિડયુલ કેપિટલ ગેઈન્‍સમાં ૨૩મી જુલાઈ ૨૦૨૪ના પહેલા અને ત્‍યાર બાદ ઉત્‍પન્ન થયેલા લાભનો આધાર મહત્‍વનો છે. આઈટીઆર - ૭ ફરજિયાત રીતે ઈ લેક્‍ટ્રોનિકલી ઈન્‍કમટેક્‍સ વિભાગના પોર્ટલ દ્વારા કરવું પડશે.(૩૮.૫)

 

(9:54 AM IST)