News of Tuesday, 13th May 2025
PM મોદીએ અત્યાર સુધી રાત્રે ૮ વાગ્યે ૧૬ વખત કર્યુ રાષ્ટ્રજોગ સંબોધન
રાત્રે ૮.૦૦ કલાકે જે સંબોધન કર્યા છે, જેમાં ત્રણ ક્રુષિ કાયદાઓ, કોવિડ વેક્સીન, આત્મનિર્ભર ભારત, લોકડાઉન, જનતા કફર્યૂ, અયોધ્યા, કલમ-૩૭૦, એ-સેટ મિસાઇલ, નોટબંધી સહિતના રાષ્ટ્ર સંબંધીત મુદ્દાઓ સામેલ છે

નવી દિલ્હી તા.૧૩: પીએમએ ગઇ કાલે યુધ્ધ અંગે રાષ્ટ્રભોગ પ્રવચન કર્યુ હતું. વડાપ્રધાન મોદી અગાઉ તેમણે છેલ્લે ૨૫ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ સંબોધન કર્યું હતું. તેમણે રાત્રે ૮.૦૦ કલાકે પ્રથમ વખત ૮ નવેમ્બર-૨૦૧૬માં સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દેશના હિતમાં અને દેશભરને ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત તેમણે રાત્રે ૮.૦૦ કલાકે જે સંબોધન કર્યા છે, જેમાં ત્રણ કળષિ કાયદાઓ, કોવિડ વેક્સીન, આત્મનિર્ભર ભારત, લોકડાઉન, જનતા કફર્યૂ, અયોધ્યા, કલમ-૩૭૦, એ-સેટ મિસાઇલ, નોટબંધી સહિતના રાષ્ટ્ર સંબંધીત મુદ્દાઓ સામેલ છે.
૨૫-૧૨-૨૦૨૧:- વડાપ્રધાન મોદીએ ક્રિસમસની રાત્રે અચાકન સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ૧૫-૧૬ વર્ષના બાળકો માટે વેક્સીનેશનની જાહેરાત કરી હતી તેમજ આરોગ્ય કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવાનું પણ એલાન કર્યું હતું.
૧૯-૧૨-૨૦૨૧:- ત્રણ કાયદો પરત લેવાની જાહેરાત કરી
૨૨-૧૦-૨૦૨૧:- ભારતમાં એક અબજ કોવિડ રસીનો આંકડો પાર થયા બાદ દેશને સંબોધન કર્યું
૦૭-૦૬-૨૦૨૨:- ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને મફત વેક્સીન આપવાની અને ગરીબ કલ્યાણ નીતિના કેન્દ્રીયકરણની જાહેરાત કરી.
૨૦-૧૦-૨૦૨૦ :- કોવિડ-૧૯ અંગે સાવધાની રાખવા અપીલ કરી
૩૦-૦૬-૨૦૨૦:- ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી.
૧૨-૦૫-૨૦૨૦:- આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત
૧૪-૦૪-૨૦૨૦:- દેશમાં કોરોનાના કેસો વધતાં લોકડાઉન ત્રણ મે સુધી વધારવાની વાત કહી
૦૩-૦૪-૨૦૨૦:- વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધન કરી દેશવાસીઓને અપીલ કરીને રવિવારે રાત્રે સાંજે ૯ વાગ્યે તેમના ઘરની બાલકનીમાં કે છત પર જઈને મીણબત્તી કે દીવો પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.
૨૪-૦૪-૨૦૨૦:- દેશમાં કોરોનાના કેસો વધતા લોકડાઉનની મોટી જાહેરાત કરવામાં આવી
૧૯-૦૩-૨૦૨૦:- વડાપ્રધાન દેશને સંબોધન કરી રવિવારે સવારે ૭થી રાતે ૯ વાગ્યા સુધી જનતા કફર્યૂ પાળવાની અને આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય તમામ લોકો ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.
૦૯-૧૧-૨૦૧૯:- અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
૦૮-૦૮-૨૦૧૯:- પીએમ મોદીએ દેશને સંબોધન કરી કલમ-૩૭૦ હટાવવાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે સપનું સરદાર પટેલ, બાબ સાહેબ આંબેડકર, ડો શયામ પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયી અને કરોડો ભારતીયોનું હતું તે હવે પૂર્ણ થયું છે.
૨૭-૦૩-૨૦૧૯:- તેમણે ભારતની ‘એન્ટી સેટેલાઇટ એ સેટ મિસાઇલ' સફળતા પર સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલાક સમય પહેલાં ભારતે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્પેસ પાવરના રૂપે ભારતે પોતાનું નામ નોંધાવ્યું છે. અત્યાર સુધીદુનિયાના ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ભારત ચોથો દેશ છે. જેણે આજે આ સિદ્ધિ મેળવી છે.
૩૧-૧૨-૨૦૧૬:- વડાપ્રધાન મોદીએ ગરીબો અને ખેડૂતો માટેની યોજનાઓની જાહેરાત કરી હતી.
૦૮-૧૧-૨૦૧૬:- પીએમ મોદીએ દેશના હિતમાં અને દેશવાસીઓને ચોંકવનારો નિર્ણય લઈ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી.(૩૮.૪)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
