<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ભાજપના પૂર્વ સાંસદ નવનીત રાણાને જાનથી મારી નાખવાની ધમકી

એક નહીં પણ અનેક પાકિસ્‍તાની નંબરો પરથી ફોન આવ્‍યાઃ નવનીત રાણાએ આ અંગે પોલીસને જાણ કરી છે

મુંબઈ, તા.૧૩:  ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાએ સોમવારે દાવો કર્યો હતો કે તેમને પાકિસ્‍તાનથી ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. રાણાએ ખાર પોલીસને જણાવ્‍યું કે રવિવારે તેમને ઘણા પાકિસ્‍તાની નંબરો પરથી ફોન આવ્‍યા હતા. આ પછી પોલીસે ફરિયાદ નોંધી.

એક અધિકારીએ જણાવ્‍યું કે હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. પોલીસના મતે, નોન-કોગ્નિઝેબલ ફરિયાદોમાં પોલીસ કોર્ટના આદેશ વિના તપાસ શરૂ કરી શકતી નથી.

પાકિસ્‍તાન અને ભારત વચ્‍ચેના ૩ દિવસના સંઘર્ષ પર નવનીત રાણાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી હતી. ઓપરેશન સિંદૂર પછી નવનીત રાણાએ પાકિસ્‍તાનને યોગ્‍ય જવાબ આપ્‍યો હતો.

તમને જણાવી દઈએ કે નવનીત રાણા પહેલી વાર ૨૦૧૯ માં અમરાવતી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા હતા. ૨૦૨૪ની સામાન્‍ય ચૂંટણીમાં તેણીએ ભાજપની ટિકિટ પર આ જ મતવિસ્‍તારમાંથી ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર બલવંત વાનખડે સામે હારી ગઈ હતી.(૨૩.૩)

(10:06 AM IST)