<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

શંકાની આગમાં સળગ્યું કુટુંબ: આડા સંબંધોએ ૪–૪ જીવ લીધા: સોશિયલ મીડિયા ઉપર રિલ બનાવતા યુવકે પત્ની અને બે દીકરીઓની હત્યા કરી, પોતે પણ આપઘાત કર્યો

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના અચલગંજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના સાહબખેડા ગામના રહેવાસી અમિત યાદવ (૩૫) નામના યુવકે અવૈધ સંબંધની શંકામાં પોતાની પત્ની ગીતા (૩૦) અને બે માસૂમ દીકરીઓ ખુશી (૧૦) અને નિધિ (૬) ની ઊંઘમાં ઓશીકાથી મોં દબાવી હત્યા કરી નાખી. આ પછી અમિતે પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો.

સોમવારે સવારે ઘટનાની જાણ થતાં પોલીસે ફોરેન્સિક ટીમ સાથે તપાસ શરૂ કરી. અમિતના મોબાઈલમાંથી તેના સાળાને મોકલેલો સંદેશ મળ્યો, જેમાં લખ્યું હતું, “કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે.”

આ ઘટના પહેલાં અમિતે પત્ની પર અવૈધ સંબંધનો આરોપ લગાવી ૨ મેના રોજ તેની પિટાઈ પણ કરી હતી. નારાજ થઈને ગીતા બંને દીકરીઓ સાથે રાયબરેલીમાં પિયર ગઈ હતી. રવિવારે સાંજે અમિત તેમને ઘરે પાછા લાવ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અમિત સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો શોખીન હતો અને તેના ૨૭૦૦થી વધુ ફોલોઅર્સ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(10:09 AM IST)