તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
કાશ્મીરમાં સેનાનું સફાઈ અભિયાન યથાવત : લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ ઠાર
શોપિયાંના જંગલોમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં લશ્કરના ત્રણ આતંકીઓ માર્યા ગયા : વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર, ૧૩ મે, ૨૦૨૫ - દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેલર વિસ્તારના શુકરૂ જંગલોમાં સોમવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે આતંકવાદીઓની હાજરીની પાક્કી માહિતીના આધારે કેલરના જંગલોમાં સુરક્ષાદળો દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જેમ જ પોલીસ અને સેનાની ટીમે તલાશી અભિયાન શરૂ કર્યું, છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. હાલમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
