<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

અમેરિકામાં ગુજરાતના માનવ પટેલ સહિત બે ભારતીય વિદ્યાર્થીઓના માર્ગ અકસ્‍માતમાં મળત્‍યુ

કાર વૃક્ષ સાથે અથડાયા બાદ પુલ સાથે ટકરાઇઃ એક ઘાયલ સારવારમાં

ન્‍યુયોર્ક તા. ૧૩: અમેરિકાના પેન્‍સિલવેનિયામાં થયેલા એક રોડ અકસ્‍માતમાં ગુજરાતના માનવ પટેલ અને સૌરવ પ્રભાકર નામના બે ભારતીય વિદ્યાર્થીઓનું મળત્‍યુ થયા છે. બંને ક્‍લેવલેન્‍ડ સ્‍ટેટ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા હતા. આ ઘટનાએ ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓના પરિવારોમાં શોકનું મોજું ફેલાવ્‍યું છે.

અમેરિકી પોલીસે અકસ્‍માતના કારણોની તપાસ શરૂ કરી છે, જેમાં કાર વૃક્ષ સાથે અથડાયા બાદ પુલ સાથે ટકરાઇ હતી. કાર સૌરવ ચલાવી રહ્યો હતો. અને ભારતીય દૂતાવાસે પીડિત પરિવારોને મદદની ખાતરી આપી છે. સ્‍થાનિક ભારતીય સંગઠનો પણ વિદ્યાર્થીઓના પરિવારોને ટેકો આપવા આગળ આવ્‍યા છે.

ન્‍યૂ યોર્કમાં ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલે એક પોસ્‍ટમાં માહિતી આપતા જણાવ્‍યું કે પેન્‍સિલવેલિયામાં થયેલ ગંભીર અકસ્‍માતમાં માનવ પટેલ (૨૦) અને સૌરવ પ્રભાકર (૨૩)ના ઘટના સ્‍થળ પર જ મોત થયા હતા. લેન્‍કેસ્‍ટર કાઉન્‍ટી કોરોનર ઓફિસ અને પેન્‍સિલવેનિયા સ્‍ટેટ પોલીસ અનુસાર પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આ બનાવ આકસ્‍મિક હોવાનું જણાયું. બંને યુવાનના મળત્‍યુ અકસ્‍માતમાં ગંભીર ઇજાના કારણે થયા છે. અકસ્‍માતમાં બે યુવાનના મોત થયા છે જ્‍યારે અન્‍ય એક વ્‍યક્‍તિને ઇજા પંહોચી છે તે અત્‍યારે હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનોના મોતને લઈને કોન્‍સ્‍યુલેટે દુઃખ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે નવયુવાન વિદ્યાર્થીઓના મોતથી તેમના પરિવાર પ્રત્‍યે અમારી સંવેદના છે અમે શકય તેટલી તમામ મદદ કરવા તૈયાર છીએ.

(3:07 PM IST)