તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
ચોમાસાને લઈને આનંદના સમાચાર, આંદમાન નિકોબારમાં એન્ટ્રી
ચોમાસુ સામાન્ય કરતાં ૨ દિવસ વહેલું આવ્યું : જો બધી સ્થિતિ અનુકૂળ રહેશે તો ૩૦ દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે

નવી દિલ્હી તા.૧૩: ચોમાસાને લઈને આનંદના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે મોટી જાહેરાત કરી છે. ચોમાસું સમય કરતાં વહેલું આવી રહ્યું છે. આંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. ચોમાસું સામાન્ય કરતાં ૨ દિવસ વહેલું આવ્યું છે. આંદમાનમાં ૧૫ મેએ ચોમાસાની શરૂઆત થાય છે. જ્યારે હવે ચોમાસું ૩-૪ દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે.
નોંધનીય છે કે, હવામાન વિભાગનું અનુમાન એકદમ સચોટ રહ્યું છે. ત્પ્ઝએ ૬ મેના અનુમાનમાં ૧૩ મેની તારીખ આપી હતી. બીજી બાજુ, ચોમાસું ૨૭ મેએ કેરળમાં બેસી શકે છે. હવામાન વિભાગે ચોમાસાની તારીખ જાહેર કરી છે. જ્યારે અનુમાનમાં ૪ દિવસ વધ-ઘટ સંભવ છે. ગયા વર્ષે ૩૦ મેએ ચોમાસું બેઠું હતું. છેલ્લા ૨૦ વર્ષમાં ૧૯ વખત તારીખ સાચી રહી છે.
સામાન્ય રીતે આંદમાનમાં આગમન થયા પછી એક મહિનામાં ગુજરાતમાં એન્ટ્રી થતી હોય છે. એટલે જો બધી સ્થિતિ અનુકૂળ રહેશે તો ૩૦ દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસું આગમનમાં ૧૫ વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. ચોમાસાનું આગમન ૧૫ વર્ષમાં સૌથી વહેલું થઈ શકે છે. કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ શકે છે. સ્કાયમેટ અનુસાર, ૨૯ મે પહેલાં કેરળમાં ચોમાસું બેસી શકે છે. છેલ્લે ૨૦૦૯માં ૨૩ મે સૌથી વહેલું ચોમાસું હતું. જ્યારે ૨૭ મેએ આગમન IMDનું અનુમાન છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ ૧ જૂન છે.(૩૮.૨૭)
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
