તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
જમ્મુમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ : સુરક્ષાને પ્રાથમિકતા

જમ્મુમાં વધતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને આજે ૧૩ મેના રોજ તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ આદેશમાંથી મેડિકલ કોલેજોને મુક્તિ આપવામાં આવી છે, જેથી આરોગ્ય સેવાઓ પર અસર ન પડે.
પાકિસ્તાનની તાજેતરની ડ્રોન હરકતો અને સરહદ પર વધતા તણાવને કારણે આ પગલું લેવાયું છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને ઘરમાં રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. સ્થાનિક વહીવટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે આ નિર્ણયને અનિવાર્ય ગણાવ્યો છે. (૨૫.૩)
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
