<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળ્યા

વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ ખાતે જગદીપ ધનખરને મળ્યા અને તેમને આ ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂરની સફળતા પછી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ મંગળવારે વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ ખાતે જગદીપ ધનખરને મળ્યા. આ દરમિયાન તેમને આ ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી. ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, કેન્દ્ર સરકારે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જે હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. સેનાએ 100 આતંકવાદીઓને ઠાર માર્યા અને તેમના ઠેકાણાઓનો પણ નાશ કર્યો. શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હતો.

 

(11:50 PM IST)