<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

પાકિસ્તાનમાં યુદ્ધની તૈયારી કે કટોકટીની આશંકા ? તમામ જિલ્લાઓને ખાદ્યપદાર્થો, દવાઓ અને પેટ્રોલ ડીઝલનો જથ્થો એકત્ર કરવા આદેશ

ઇસ્લામાબાદ/નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે તેના તમામ જિલ્લાઓને ખાદ્યપદાર્થો, દવાઓ અને ઇંધણ શહીદ આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો એકઠો કરવાનો આદેશ આપ્યો છે, જેને યુદ્ધની તૈયારી અથવા કોઈ મોટી ઘટના સામેની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે. 

એક્સ પ્લેટફોર્મ પરના અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકારે જિલ્લા વહીવટીતંત્રોને ખાદ્યપદાર્થો, દવાઓ, ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો એકઠો કરવાનો આદેશ આપ્યો છે.

સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર જણાવાયું છે કે આ આદેશ યુદ્ધની આશંકા અથવા કટોકટીની તૈયારીના ભાગરૂપે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક્સ પર

કોનફ્લિક્ટ રાડારએ ૨ મે, ૨૦૨૫ના રોજ પોસ્ટ કર્યું હતું કે પાકિસ્તાને ભારત સાથેની સરહદે રહેતા નાગરિકોને બે મહિનાનો ખાદ્ય અને પાણીનો જથ્થો એકઠો કરવા જણાવ્યું છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતે ૭ મે, ૨૦૨૫ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં પાકિસ્તાનની હવાઈ દળની લગભગ ૨૦ ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ હતી. આ પછી ૧૦ મે, ૨૦૨૫ના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી, પરંતુ પાકિસ્તાને આ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.

(9:24 AM IST)