<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ગુજરાતથી લઈને બિહાર સુધી કેરીની ૧૫૦૦ થી વધુ અવનવી જાત

ભારતીય કેરી વિશ્વભરમાં અજોડ

 

નવી દિલ્‍હી તા.૧૪: ઉનાળો આવે એટલે મન ભાવતું ફળ કેરીને લઈને આવે છે આમ, ઉનાળા સાથે કેરીની સીઝન પણ ચાલી રહી છે. જેથી ગુજરાતના લઈને વિશ્વના દેશોમાં આ સમય દરમિયાન કેરી ખાવાતી જોવા મળતી હોય છે.

કેરીના રસિકો માટે આ સમય‘‘આમ''ને ખાસ બનાવવા માટે પણ ખૂબ જ મહત્‍વનો હોય છે. વિશ્વના દેશોમાં કે જ્‍યાં આંબાની ખેતી થાય છે તેવા દેશોમાં આજે પણ ૨૦૦૦ કરતાં વધારે જાતની કેરીનું ઉત્‍પાદન થાય છે. જોકે વિશ્વની અન્‍ય કેરી કરતા ભારતની કેરી સ્‍વાદ, સુગંધ અને રંગમાં અલગ જોવા મળે છે.

વિશ્વમાં ૨૦૦૦ કરતા વધારે જાતની કેરીઃ કેરીની સીઝન દરમિયાન કોઈ પણ વ્‍યક્‍તિ ‘‘આમ''ને ખાસ બનાવી રહ્યો છે તેની પાછળનું કારણ સ્‍વાદ, સુગંધ અને કેરીના કલરને મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. આજે પણ વિશ્વના દેશોમાં કેરીનું ઉત્‍પાદન અથવા તો વાવેતર થઈ રહ્યું છે જેમાં ૨૦૦૦ કરતા પણ વધારે જાતની કેરી જોવા મળે છે, તેમાં પણ જેને કેરીનું વતન કહી શકાય તેવા ભારતમાં ૧૫૦૦ કરતાં પણ વધારે કેરીની વિવિધ જાતો આજે પણ અસ્‍તિત્‍વ ધરાવે છે. ચોક્કસ પણે આ તમામ જાતોનું વ્‍યાપારિક ધોરણે ઉત્‍પાદન કે વાવેતર થતું નથી, પરંતુ ભારતના અલગ અલગ -ાંતમાં વાતાવરણ અને આબોહવાને અનુરૂપ જે આંબા ઉગે છે તેમાં આજે પણ ૧૫૦૦ કરતાં વધારે જાતની અલગ અલગ કેરીઓ આ સમય દરમિયાન જોવા મળે છે .

વિશ્વની સરખામણીએ આજે પણ ભારતની કેરીને સ્‍વાદ, સુગંધ અને તેના રંગને લઈને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આંબો એક એવું ફળ પાક છે કે જે ખૂબ મોટી બાયો ડાયવર્સિટીનો ભાગ ધરાવે છે. પરિણામે તે જે -ાંતમાં ઉગે છે ત્‍યાં કેરીના સ્‍વાદ, કલર અને પલ્‍પમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર ધરાવે છે. સામાન્‍ય રીતે આંબાને ભારતનું વતન માનવામાં આવે છે તેથી જ ગુજરાતથી લઈને બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્‍ટ્ર, કર્ણાટક, બિહાર સહિત ભારતના ઘણા ખરા રાજ્‍યોમાં આંબાનું વાવેતર થાય છે.

વિશ્વમાં પાકતી કેરીઓની વાત કરીએ તો ત્‍યાં કેરીની છાલનો કલર લાલાશ પડતો જોવા મળે છે અને કેરીના પલ્‍પનો કલર પીળાશ પડતો જોવા મળે છે. ભારતની સરખામણીએ વિશ્વમાં થતી કેરી સ્‍વાદની દ્રષ્ટિએ ખાટી મીઠી હોય છે. પરંતુ ભારતમાં થતી કેરીની છાલનો કલર પીળો કેટલાક કિસ્‍સા માટે લાલ જોવા મળે પરંતુ પલ્‍પનો કલર કેસરની માફક કેસરિયો જોવા મળે છે. વધુમાં ભારતની આ કેરી સ્‍વાદની દૃષ્ટિએ વિશ્વની કેરીઓ કરતા ખૂબ મીઠી હોય છે.

ફળ પાક તરીકે ભારતના ચાર ઝોનમાં અલગ અલગ આંબાની ખેતી થાય છે જેમાં હાફૂસના અલગ અલગ જાત અને પ્રકારો સમગ્ર ભારતમાં જોવા મળે છે. અન્‍ય કેરીની વાત કરીએ તો કેસર, દશેહરી, લંગડો, કળષ્‍ણદેવ, બેંગ્‍લોરા, બેગમપલ્લી, ચંદ્રકરણ, વનરાજ, જમાદાર, ખોડી, દૂધપેડો, નિલેશ્વરી, બારમાસી, લાલબાગ, બદામ જેવી અલગ અલગ હજાર કરતા પણ વધારે જાતની કેરીના ફળ સીઝન દરમિયાન ભારતના ચારેય ઝોનમાં ચોક્કસ પણે જોવા મળે છે. જે કેરીની બાયોડાઈવર્સિટી સાથે તેમાં જોવા મળતી વિવિધતાને પણ પ્રદર્શિત કરે છે.(૩૮.૪)

(9:46 AM IST)