News of Wednesday, 14th May 2025
પત્નીએ સંબંધ બાંધવાની ના પાડીઃ પતિથી કંટ્રોલ ન થતાં પથ્થર લઈ મારી નાખી
છતીસગઢની ચોંકાવનારી ઘટનાઃ પતિની ધરપકડ

રાયપૂર તા.૧૪: છત્તીસગઢના ગાઢ જંગલો અને પહાડીઓ વચ્ચે એક નાની એવી વસ્તી આવેલી છે, જ્યાં રાત પણ ચૂપચાપ આવીને નીકળી જાય છે અને દિવસ જિંદગીની ભાગદોડમાં નીકળી જાય છે. આ ગામમાં એક સુખી પરિવાર, એક રાત એવું થયું કે સૌના હોશ ઉડી ગયા.
હકીકતમાં જોઈએ તો, આ મામલો બલરામપુર-રામાનુજગંજ જિલ્લાની ચેનપુરની છે. જ્યાં એક પતિ-પત્ની, બાળક રાજીખુશી સૂતા હતા. ચાર વર્ષ પહેલા બંને લગ્ન એ જ ગામના ઢેલી બાઈ સાથે થયા હતા. બંનેને બે બાળકો હતા. બબુઆ (પતિ)નો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો અને દારૂના નશામાં ધૂત રહેતો હતો. પણ ઢેલી બાઈ (પત્ની) ઘરને બનાવી રાખવાની દરેક કોશિશ કરતી હતી. પણ એક રાતે ઢેલી બાઈની તમામ કોશિશો નિષ્ફળ રહી.
બુધવારની રાતે, બબુઆના માતા-પિતા અને બાકીના પરિવારના લોકો સંબંધીને ત્યાં ગયા હતા. ઘરમાં ખાલી બબુઆ અને તેની પત્ની ઢેલી બાઈ હતા. રાત થતાં જ બબુઆ દારૂ પીને ઘરે આવ્યો અને નશામાં ધૂત થઈને પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની જીદ કરવા લાગ્યો. ઢેલીએ કોઈ કારણસર સંબંધ બાંધવાની ના પાડી દીધી. આ જોઈ બબુઆને ગુસ્સો આવ્યો
ગુસ્સામાં પહેલા તો બબુઆએ ઢેલી બાઈને મારવાનું શરૂ કરી દીધું. જ્યારે દેકારો સાંભળી ઢેલી બાઈના પિતા મધુ અને તેનો નાનો ભાઈ સાધો ત્યાં પહોંચ્યા તો તેમણે બબુઆને સમજાવવાની કોશિશ કરી, પણ બબુઆએ તેની સાથે ઝઘડો કરવાની કોશિશ કરી, જેનાથી કંટાળીને સસરા અને સાઢૂએ તેને બરાબરનો માર્યો અને સમજાવીને પાછા નીકળી ગયા. પણ આ ઘટનાના કારણે બબુઆની અંદર રાક્ષસની જેમ ભડકવા લાગી.
સાસરિયાવાળાના ગયા બાદ બબુઆનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે ઢેલી બાઈ પર આરોપ લગાવ્યો કે તેણે માર ખવડાવ્યો. ત્યાર બાદ તેણે ઢેલી બાઈને મારવાનું શરૂ કરી દીધું અને બળજબરીપૂર્વક સંબંધ બાંધવાની કોશિશ કરી. ઢેલી બાઈની ચીસો રાતના અંધારામાં ગુંજતી રહી. પણ કોઈ સાંભળવાવાળું નહોતું. આ દરમ્યાન બબુઆએ એક પથ્થર લીધો અને ઢેલી બાઈના માથામાં જોરથી મારી દીધો. ઘા એટલો ભયંકર હતો કે, ઢેલી બાઈએ ત્યાં જ દમ તોડી દીધો અને ઘરમાં સન્નાટો છવાઈ ગયો.
આ હત્યાકાંડ બાદ પણ બબુઆમાં કોઈ પસ્તાવો નહોતો. તેણે પત્નીની લાશને ધાબળામાં બાંધી અને આખી રાત તેની બાજુમાં બેસી રહ્યો. કદાચ દારૂના નશાએ તેની અંદરના માણસને ખતમ કરી નાખ્યો હતો. સવારે જ્યારે પાડોશીઓને ઘરમાં સન્નાટો જોયો તો તેમણે પોલીસને સૂચના આપી.
સૂચના મળતા જ પોલીસ ઇન્ચાર્જ લલિત યાદવ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા. જ્યાંનો નજારો જોઈ સૌ ચોંકી ગયા. ઢેલી બાઈની લાશ લોહીથી લથબથ પડી હતી અને આરોપી બબુઆ તેની બાજુમાં ચૂપચાપ બેઠો હતો. પોલીસે ઘટનાસ્થળેથી તેની ધરપકડ કરી લીધી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. આ કેસમાં હવે તપાસ ચાલી રહી છે.(૩૮.૩)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
