News of Wednesday, 14th May 2025
સોનાના નિકાસમાં ૭૮૦૦ ટકાનો વધારો
ગત વર્ષની તુલનામાં માર્ચ માસમાં ૧૩ ટન સોનું વધુ ઇમ્પોર્ટ કરવામાં આવ્યું : એક વર્ષમાં સોનાના ભાવમાં સતત વધારો થયો છતાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા

મુંબઈ,તા.૧૪: એક તરફ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં સોનાના ઈ મ્પોર્ટ અને એક્સપોર્ટના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ગત વર્ષ સાથે તુલના કરવામાં આવે તો ૭૮૭૨ ટકાનો વધારો એક્સપોર્ટમાં નોંધાયો છે. જયારે ગત વર્ષે માર્ચ માસમાં ૩૩.૭ ટન સોનું ઈમ્પોર્ટ કરવામાં આવ્યું હતું. તેની સામે માર્ચ ૨૦૨૫માં ૪૬.૭ ટન એટલે કે ૧૩ ટન વધુ ઈમ્પોર્ટ કરવામાં આવ્યું છે.
અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ટેરિફ વોરની સીધી અસર સોના ચાંદી પર દેખાતી હોય છે. તેમાં પણ સોનાના એક્સપોર્ટમાં સીધો ૭૮૭૨ ટકાનો વધારો આંકડા પરથી બહાર આવ્યો છે, કારણ કે એપ્રિલ ૨૦૨૪માં ૦.૯૫ કરોડનું એક્સપોર્ટ નોંધાયું હતું. તેની સામે એપ્રિલ ૨૦૨૫માં ૫૧.૧૭ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું છે. તે માટે બીજુ કારણ એવું પણ છે કે સોના-ચાંદીના દાગીના પર પણ ટેરિફ વધુ લાદવામાં આવે તેવા સંજોગોમાં સુરત સહિત સમગ્ર દેશમાં સોનાના દાગીના સહિત સોનાની બિસ્કિટ વિદેશ મોકલી આપવામાં આવી છે. આજ કારણોસર માર્ચ અને એપ્રિલમાં સોનાની જવેલરી અને સોનાની બિસ્કિટમાં સૌથી વધુ એકસપોર્ટ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું હોવાનું જાણકારો કહી રહ્યા છે.(૪૦.૧૩)
બેંકોએ સૌથી વધુ સોનાની ખરીદી કરી
માર્ચ માસ દરમિયાન મોટાભાગની બેંકોએ સોનાની ધુમ ખરીદી કરી હોવાનું જાણકારો કહી રહ્યા છે. આ કારણોસર દેશમાં સોનાની ખાસ્સી એવી માંગ નીકળી હતી. તેના લીધે પણ સોનાનો ભાવ એક લાખની આસપાસ પહોંચી ગયો હતો. આ ઉપરાંત સમગ્ર વિશ્વના કેટલાક દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિને લીધે પણ મોટાભાગના લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ગણતરી કરતા હોવાના લીધે પણ સોનાની ખાસ્સી એવી ખરીદી બજારમાં જોવા મળી હતી. તેના કારણે પણ ભાવમાં ખાસ્સો એવો વધારો જોવા મળ્યો છે.
ચલણ મજબૂત કરવા માટે ચીને સૌથી વધુ સોનું ખરીધ્યું
ડોલર સામે ચીનના ચલણ યુવાનને મજબૂત કરવા માટે ચાઇનાએ સૌથી વધુ સોનાની ખરીદી કરી હતી. ચાઇના પાસે ૨૨૯૨ ટન સોનાનો સંગ્રહ કરેલો છે. ચાઈનાનું કુલ સુરક્ષિત રોકાણના ૬.૫ ટકા રકમ તો ફકત સોનામાં જ રોકાણ કર્યુ છે. તેમાં પણ ફેબ્રુઆરી, માર્ચ અને એ-લિ માસ દરમિયાન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સોનાની ખરીદી ચાઇનાએ કરી હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેના કારણ પણ સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જોકે હાલ સોનાની ખરીદી અટકી હોવાના લીધે સોનાના ભાવમાં થોડો સુધારો આવ્યો છે.
ચાલુ વર્ષે બે માસમાં સૌથી વધુ ખરીદી જોવા મળી
માર્ચ અને એપ્રિલ માસમાં સોનાના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. તેમાં પાછલા કેટલાક વર્ષો કરતાં ચાલુ વર્ષે સારી એવી ખરીદી નીકળી પણ છે. જોકે ભાવ વધારો હોવા છતાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે સોનાની ખરીદી કરવામાં આવી રહી હતી. તેની સીધી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે.(જવેલર)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
