<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

પતિ સાથે રોમાન્‍સ નહોતો કરવા દેતો સાવકો દીકરોઃ ગુસ્‍સામાં આવી માએ પતાવી દીધો

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાંથી એક હચમચાવી નાખતો કિસ્‍સો સામે આવ્‍યો

સોનભદ્ર,તા.૧૪: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાંથી એક હચમચાવી નાખતો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક મહિલાએ પોતાના સાવકા દીકરાની ચાકૂ મારીને હત્‍યા કરી નાખી છે. આ ઘટનાથી વધારે ચોંકાવનારું તેનું કારણ છે. હકીકતમાં જોઈએ તો, ગત વર્ષે આરોપી મહિલાના લગ્ન થયા હતા. લગ્ન બાદ તે પોતાના પતિ સાથે રોમાન્‍સના મૂડમાં હોય ત્‍યારે તેનો સાવકો દીકરો વચ્‍ચે આવીને સૂઈ જતો હતો. તેનાથી રોજ રાત્રે જ મન મનાવીને સૂઈ રહેતી. સતત આ રીતે કંટાળીને મહિલાએ તેના સાવકા દીકરાને રસ્‍તામાંથી હટાવવાનો નિર્ણય લીધો.

ત્રણ દિવસ પહેલા આરોપી મહિલા એક લગ્ન સમારંભમાં જવાના બહાને બાળકોને લઈને નીકળી અને સૂમસામ જગ્‍યા પર લઈ જઈ તેને ચાકૂના ઘા મારી દીધા. આ ઘટના બાદ તેણે લાશને ખેતરમાં ફેંકીને આવી ગઈ. બીજા દિવસે લાશ પોલીસને મળી તો તપાસ શરૂ કરી. શંકાના આધાર પર આરોપી મહિલાની ધરપકડ કરી. આ દરમિયાન કડકાઈથી પૂછપરછ કરતા મહિલાએ ઘટનાની કબૂલાત કરતાં હત્‍યામાં ઉપયોગ લેવાયેલા ચાકૂ પણ જપ્ત કર્યા. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધી.

આ કિસ્‍સો સોનભદ્રના જુગૈલ પોલીસ હદ વિસ્‍તારનો છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, દસ મેની સવારે એક ૧૦ વર્ષના બાળકની લાશ મળી હતી. તેની ઓળખ કપ્તાન પુત્ર હીરામણી ખરવાર તરીકે થઈ હતી. તેના શરીર પર કેટલીય જગ્‍યાએ ચાકૂના નિશાન મળ્‍યા હતા. પોલીસે લાશને કબ્‍જામાં લઈ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધી. તો વળી મામલાના તપાસ કરતા સોનભદ્ર એસપી અશોક કુમાર મીણાએ અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન શંકાના આધાર પર પોલીસે બાળકને ૨૦ વર્ષિય સાવકી માતા સોનમતીની ધરપકડ કરી.

પૂછપરછમાં સોનમતીએ જણાવ્‍યું કે, તેમના લગ્ન જુલાઈ ૨૦૨૪માં થયા હતા. અત્‍યાર સુધી તેમને કોઈ સંતાન નથી થયું. આરોપીએ જણાવ્‍યું કે, લગ્ન બાદ જ્‍યારે પણ તે પતિ સાથે રોમાન્‍સ કરવાનું વિચારતી, કપ્તાન તેની વચ્‍ચે આવીને સૂઈ જતો હતો. તેના કારણે તેને મન મનાવીને સૂવું પડતું હતું. આરોપી સોનમતીએ જણાવ્‍યું કે, તે આ બાળકથી પીછો છોડાવવા માગતી હતી. તેથી બાળકને લગ્નના બહાને લઈ જઈ ચાકૂના ઘા મારી દીધા.(૪૦.૧૧)

(10:06 AM IST)