<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ઘોર કળિયુગઃ મંદિરમાં બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કર્યા

પુરુષો પ્રત્‍યે નફરત હોવાના કારણે અમે આવું પગલું ભર્યુ છેઃ અમે બંને આખી જિંદગી એકસાથે રહીશું એકબીજા સાથે પતિ-પત્‍ની તરીકે સાથે રહીશું

બદાયૂં,તા.૧૪: ઉત્તર પ્રદેશના બદાયૂંમાં મંગળવારે કચેરીમાં એક અદ્ભુત નજારો જોવા મળ્‍યો. કચેરીમાં આવેલા શિવ મંદિરમાં બે બહેનપણીઓએ એકબીજાના ગળામાં વરમાળા પહેરાવીને અનોખા લગ્ન કરી લીધા. તેમણે કહ્યું કે, ભલે કાયદાકીય રીતે અમારા લગ્ન ન થઈ શકે, પણ અમે બંને આખી જિંદગી એકસાથે રહીશું. એકબીજા સાથે પતિ-પત્‍ની તરીકે સાથે રહીશું. તેમણે કહ્યું કે અમે આવું પુરુષો પ્રત્‍યે નફરત હોવાના કારણે પગલું ભર્યું છે. એવું પણ જણાવ્‍યું કે, મુસ્‍લિમ યુવકે લગ્નની લાલચ આપીને દગો કર્યો હતો.

 બદાંયૂની કલેક્‍ટર ઓફિસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. જ્‍યાં એક એડવોકેટ દિવાકર વર્માની ચેમ્‍બરમાં બે છોકરીઓ આવી પહોંચી અને તેમણે બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્‍છા જાહેર કરી. તેમણે જણાવ્‍યું કે, અમે બહેનપણીઓ છીએ. લગભગ ત્રણ મહિનાથી એક સાથે રહીએ છીએ. અમે બંને પતિ-પત્‍ની તરીકે એક સાથે જીવનભર રહેવા માગીએ છીએ. અમારા લગ્ન કરાવી દો. કાયદાકીય રીતે તેમના લગ્ન થઈ શકયા નહીં. બાદમાં કલેક્‍ટર ઓફિસ બહાર આવેલી શિવમંદિરમાં બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી લગ્ન કરી દીધા અને આખી જિંદગી સાથે રહેવાની કસમ ખાધી.

આ સમગ્ર મામલામાં લગ્ન કરનારી છોકરીનું કહેવું છે કે, તે પુરુષ સમાજથી નફરત કરે છે. એક છોકરીએ જણાવ્‍યું કે, તેને મુસ્‍લિમ યુવકે લગ્નની લાલચ આપીને દગો દીધો. તે એકબીજા સાથે રહેવા માગે છે. ભલે પરિવાર અને કાયદો તેમને મંજૂરી ન આપે, પણ મંદિરમાં તેમણે બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. તેમનું કહેવું છે કે, પરિવારના લોકો તેમની સાથે સંબંધ રાખે તો ઠીક છે, નહીંતર એકબીજાના સહારે આખી જિંદગી વિતાવી દઈશું.

પતિ આશાએ કહ્યું કે, અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે અમને પુરુષો પર વિશ્વાસ નથી. જેણે અમારી સાથે ખોટું કર્યું તેને સજા મળે. અમે એકબીજા સાથે રહીશું. જોબ કરીશું. મારો પરિવાર સહમત નથી, તેમને થોડી ઘણી ખબર છે. તેમનું કહેવું છે કે, જેવું ઠીક લાગે તેવું કરો. મેં મારી સાથે થયેલી ઘટના પરિવારને જણાવી હતી. અમારો સંબંધ ત્રણ મહિના જૂનો છે. હવે એક સાથે રહેવા માગીએ છીએ.ઁ

પત્‍ની જ્‍યોતિએ કહ્યું કે, અમે છેલ્લા ત્રણ મહિનાથી સાથે રહીએ છીએ. અમે લગ્ન કરી લીધા છે. કારણ એ છે કે, અમે પુરુષોથી દૂર રહેવા માગીએ છીએ. અમને પુરુષોએ બહુ હેરાન કર્યા છે. હું પત્‍ની તરીકે રહીશ. હું બહુ ખુશ છું. આગળ પણ ખુશ રહીશ. આગળનો પ્‍લાનિંગ એવો છે કે અમે સાથે રહીશું અને સાથે મળીને કમાઈશું.(૪૦.૯)

(10:06 AM IST)