<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ડુંગળી-બટાટા નહીં પણ ઘરવાળી ખરીદવા દૂર દૂરથી આવે છે પુરુષો

ગામમાં ભરાય છે અનોખી માર્કેટ

ભોપાલ,તા.૧૪: મધ્‍ય પ્રદેશમાં કેટલીય અજબ ગજબની પરંપરાઓ છે. તેનું પાલન સદીઓથી થતું આવ્‍યું છે. આવી જ એક પરંપરા શિવપુરી જિલ્લામાં પણ હતી. અહીં વર કન્‍યા સ્‍ટેમ્‍પ પર લગ્ન કરતા હતા. સમય સાથે સાથે આ પરંપરા બંધ થઈ. આ પરંપરા ઉપરાંત શિવપુરી ટૂરિઝ્‍મ સ્‍પોર્ટ પણ પણ ઓળખાય છે.

મધ્‍ય પ્રદેશનો અનોખો જિલ્લો છે શિવપુરી. આ જિલ્લો ટૂરિઝમ સ્‍પોટથી ભરેલો છે. અહીં માધવ નેશનલ પાર્ક, સિંધિયા કી છત્રી, અનોખા મંદિર, ઘણું બધું ફરવાલાયક છે. હકીકતમાં આ જિલ્લો ગ્‍વાલિયરના સિંધિયા રાજવંશની રાજધાની હતો. રાજાઓ તેને પોતાની ગ્રીષ્‍મકાલીન રાજધાની બનાવતા હતા. અહીં તેઓ શિકાર કરવા આવતા હતા. રાજવંશની પરંપરા ખતમ થયા બાદ જ્‍યાં જ્‍યાં તેમની નિશાનીઓ હતી, ત્‍યાં ત્‍યાં ટૂરિઝમ સ્‍પોટ બનાવ્‍યા છે.

ભારતમાં કેટલાય પ્રકારની જનજાતિ રહે છે. તેમની પોતાની આગવી અમુક પ્રથાઓ હોય છે, જ્‍યાં અમુક પ્રથાઓ લોકો માટે વખાણવાલાયક હોય છે, જ્‍યારે અમુકને કુપ્રથા કહીએ તો પણ ખોટું નથી. જે દેશમાં મહિલાને દેવી માનીને પૂજવામાં આવે છે, તે દેશમાં એક એવી જગ્‍યા છે, જ્‍યાં મહિલાઓની મંડી ભરાય છે. આ મંડીમાં બીજી બજારની માફક મહિલાઓનું ખરીદ-વેચાણ થાય છે.

અમે વાત કરી રહ્યા છીએ મધ્‍ય પ્રદેશના શિવપુરીની. અહીં એક એવી જગ્‍યા છે, જ્‍યાં લોકો બીજાની વહુ-દીકરીઓને ભાડે ખરીદીને લઈ જાય છે. આ કુપ્રથાને ધડીચાના નામથી ઓળખવામાં આવે છે. તેના માટે રીતસરની મંડી ભરાય છે. લોકો આ મંડીમાં આવે છે અને સોદો કરીને મહિલાઓને લઈ જાય છે. ભાડાનો સમય પણ આ સોદામાં ફિક્‍સ કરવામાં આવે છે. તેના માટે દૂર-દૂરથી પુરુષો આવે છે. આ પુરુષો પોતાની પસંદગીની છોકરી અથવા મહિલાને જોયા બાદ તેની કિંમત નક્કી કરે છે અને પછી તેને લઈને જતા રહે છે.

ગરીબ પરિવારના લોકો પોતાના ઘરની મહિલાઓને આ મંડીમાં લઈને આવે છે. પુરુષો પોતાની પસંદની મહિલાની કિંમત નક્કી કરી તેને પોતાની સાથે લઈ જાય છે. કેટલાય કારણોસર પુરુષો મહિલાઓના સોદા કરે છે. અમુક પોતાના ઘરની વળદ્ધ મહિલાઓની સેવા કરવા માટે, અથવા અમુક પોતાના લગ્ન થતાં નથી એટલા માટે, તેઓ અહીંથી થોડા સમય માટે પત્‍ની ખરીદીને લઈ જાય છે. જોકે, મહિલાઓને પૂરોપૂરો અધિકાર હોય છે કે તેઓ આ સોદો ન ગમતો હોય તો ઘસીને ના પાડી શકે.

જે મહિલાને મંડીથી ખરીદવામાં આવે છે, તેના માટે એગ્રીમેન્‍ટ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓની કિંમત મંડીમાં પંદર હજારથી શરૂ થાય છે. આ કિંમત લાખો રૂપિયા સુધી જાય છે. કુંવારી છોકરીઓની કિંમત વધારે હોય છે. પુરુષ તેને એક વર્ષ માટે અથવા અમુક મહિના માટે પોતાની સાથે લઈ જાય છે. લઈ જતાં પહેલાં તેનું એગ્રીમેન્‍ટ પણ કરવામાં આવે છે. તેના માટે સ્‍ટેમ્‍પ પેપર પણ બનાવવામાં આવે છે. આ સ્‍ટેમ્‍પ પેપર્સની શરૂઆત દસ રૂપિયાથી થાય છે.(૪૦.૮)

(10:09 AM IST)