<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

*મહત્વના સમાચારો ફટાફટ વાંચી જાવ*

* નરેન્દ્ર ભાઈ ની અધ્યક્ષતામાં આજે પાટનગરમાં મંત્રીમંડળની બેઠક 

 

*  જસ્ટિસ બી આર ગવઈ આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે શપથ લઇ રહ્યા છે 

 

* આજથી આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનો શુભ પ્રારંભ થયો છે 

 

* પૂર્વ સંરક્ષણ મંત્રી અજયકુમારને યુપીએસસીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 

 

* ગ્રીસ ઇઝરાયેલ લેબનોન ઇજિપ્ત તુર્કી અને જોર્ડન તથા ઇઝરાયેલ સુધી ભૂકંપના જોરદાર આંચકા 

 

* યહૂદી વિરોધી સેન્ટીમેન્ટ ભડકાવવાના આરોપસર ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીની કરોડો –  અબજો રૂપિયાની ગ્રાન્ટ અટકાવી દીધી.

*રાજ્યના ૧૨ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:  સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી સહિતના ૮૦%  વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા :  આજે રાજ્યના ૧૨ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:  સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી સહિતના ૮૦%  વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટમાં સવારથી વાદળા: તો વલસાડ, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રના ૬ તાલુકામાં માવઠાની આગાહી: હવામાન વિભાગની આગાહી વચ્ચે ૮ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો: સૌથી વધુ નર્મદાના સાગબારામાં દોઢ ઇંચ વરસાદ

 

*ઈઝરાયલે ગાઝાની યુરોપિયન હોસ્પિટલ પર કર્યો હુમલો : ૨૮ લોકોનાં નિપજ્યા મોત : ગાઝામાં પરિસ્થિતિ ફરી વખત વણસી: ઈઝરાયલે ગાઝાની યુરોપિયન હોસ્પિટલ પર કર્યો હુમલો : ૨૮ લોકોનાં નિપજ્યા મોત:

 

*ઉદયપુરના માર્બલ વેપારીઓએ, પાકિસ્તાનનું સમર્થન કરવા બદલ, તુર્કિયે સાથેનો વેપાર બંધ કર્યો : ઉદયપુરના માર્બલ વેપારીઓએ, પાકિસ્તાનનું સમર્થન કરવા બદલ, તુર્કિયે સાથેનો વેપાર બંધ કર્યો. ઉદયપુર માર્બલ પ્રોસેસર્સ કમિટીના પ્રમુખ કપિલ સુરાનાની જાહેરાત *

 

*અનિતા આનંદ બન્યા કેનેડાના વિદેશ મંત્રી : ભારતીય મૂળના અનિતા આનંદ બન્યા કેનેડાના વિદેશ મંત્રી

(10:24 AM IST)