News of Wednesday, 14th May 2025
સોનામાં મોટા ઘટાડા બાદ વધુ દબાણ :જાણો અમદાવાદ ,સુરત, દિલ્હી ,મુંબઈ.કોલકતા સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
જાણો બેગલુરુ , ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

સોમવારે ભારે ઘટાડા બાદ મંગળવારે સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો હતો. વિદેશી બજારોમાં મજબૂત વલણને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ ફરી ઘટાડો નોંધાયો છે. આજે 96,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ભાવ પહોંચ્યો છે.
ભારત પાકિસ્તાન યુદ્ધના વિરામ બાદ હવે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 96,760 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,710 રુપિયા પર છે.
મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 96,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,560 પર છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 96,660 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 88,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
