<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

હવે ભારતીય હાઈકમિશનના અધિકારી પર પાકિસ્તાનની વળતી કાર્યવાહી : 24 કલાકમાં દેશ છોડવા આદેશ આપ્યો

ઈસ્લામાબાદ સ્થિત ભારત હાઈકમિશનના એક અધિકારીને ગુપ્તચરના આરોપમાં 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કર્યો

પહેલગામ હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપીને ભારતે તેનો બદલો લીધો છે. હવે 13 એપ્રિલે ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારીને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કરીને 24 કલાકમાં દેશ છોડવા આદેશ આપ્યો હતો. જેની સામે હવે પાકિસ્તાને પણ ભારત હાઈ કમિશનના એક અધિકારી પર કાર્યવાહી કરી છે.

 

પાકિસ્તાનના ઈસ્લામાબાદ સ્થિત ભારત હાઈકમિશનના એક અધિકારીને ગુપ્તચરના આરોપમાં 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કર્યો છે અને પરિવાર સહિત 24 કલાકમાં પાકિસ્તાન છોડવા આદેશ આપ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈસ્લામબાદ સ્થિત ભારતીય હાઈકમિશનમાં એક વ્યક્તિને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કરાયો છે. સંબંધિત અધિકારીને 24 કલાકમાં દેશ છોડવા આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે અધિકારીને રુબરુ બોલાવીને જાણકારી આપી દેવાઈ છે. આ અધિકારી પર તેમની સત્તાવાર ભૂમિકાથી વિપરીત પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ છે.

(11:40 AM IST)