News of Wednesday, 14th May 2025
જેલમાં ઈમરાન સાથે અમાનવીય વ્યવહાર ! :મૂળભૂત અધિકારોથી વંચિત રખાય છે :દીકરાઓએ કરી આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની અપીલ
કાસિમ ખાને એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો ઈરાદો કોઈ રાજનીતિક લાભ મેળવવાનો નથી. પરંતુ એક ન્યાય અને માનવીય ગરિમાની લડાઈ છે. અમે ઈચ્છીએ છીએ કે દુનિયા પાકિસ્તાન પર પ્રેશર ઉભું કરે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન 2023 થી જેલમાં બંધ છે. પહેલી વાર તેમના બંને દીકરાઓએ જાહેરમાં પાકિસ્તાનની ટીકા કરી છે અને જણાવ્યું છે કે જેલમાં તેમના પિતા સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. બંને દીકરાઓએ આ મામલે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
ઈમરાન ખાનને 190 મિલિયન પાઉન્ડ ભ્રષ્ટાચાર મામલે તેમને સજા થઈ છે. આ સિવાય તેમના પર આતંકવાદ વિરોધી કાયદાઓ હેઠળ તેમના પર અનેક કેસો ચાલી રહ્યા છે. હાલ તેઓ અદિયાલા જેલમાં છે. ત્યારે બ્રિટનમાં રહેતા ઈમરાન ખાનના દીકરા કાસિમ ખાન અને સુલેમાને જેલમાં પિતાની હાલત વિશે જાહેરમાં વાત કરી છે. ઈમરાન ખાનના મોટા દીકરા સુલેમાન ખાને કહ્યું કે કોર્ટે તેમના પિતા સાથે અઠવાડિયામાં એક વાર વાત કરવાની મંજુરી આપી હતી. જો કે આ સુવિધા તેમને દરેક વખતે નથી અપાતી.
કાસિમ ખાને ઓનલાઈન ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે દરેક કાયદાકીય રસ્તો અપનાવ્યો, તમામ પ્રકારના પ્રયાસો કર્યા. પરંતુ હવે હાલત બગડી રહી છે. હવે જાહેરમાં આ વિશે વાત કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. કાસિમે ખાને આરોપ લગાવ્યો કે તેમના પિતાને જેલમાં મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. હવે એક માત્ર રસ્તો છે કે આ મામલે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ કરવામાં આવે.
કાસિમ ખાને એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો ઈરાદો કોઈ રાજનીતિક લાભ મેળવવાનો નથી. પરંતુ એક ન્યાય અને માનવીય ગરિમાની લડાઈ છે. અમે ઈચ્છીએ છીએ કે દુનિયા પાકિસ્તાન પર પ્રેશર ઉભું કરે, જેથી તેમના પિતાને માનવીય હાલતમાં રાખવામાં આવે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
