<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ભારતની ચીન પર ડિજિટલ સ્‍ટ્રાઇક

ચીનની બોલતી બંધ કરી દીધી : હવે પ્રોપેગેન્‍ડા નહી ફેલાવી શકે ગ્‍લોબલટાઇમ્‍સ, શિન્‍હુઆ અને TRT વર્લ્‍ડ : સરકારી અખબારના X એકાઉન્‍ટ કર્યા બ્‍લોક

નવી દિલ્‍હી, તા.૧૪: ભારત સરકારે ચીન અને તુર્કીના પ્રચાર પર મોટો હુમલો કર્યો છે. ચીનના સત્તાવાર મુખપત્ર ગ્‍લોબલ ટાઇમ્‍સ અને તેની સરકારી એજન્‍સી શિન્‍હુઆનું સત્તાવાર X એકાઉન્‍ટ ભારતમાં બ્‍લોક કરવામાં આવ્‍યું છે. તુર્કીની સરકારી ચેનલ TIT વર્લ્‍ડનું X એકાઉન્‍ટ પણ બંધ કરવામાં આવ્‍યું છે.

સરકારે આ પગલું એવા સમયે લીધું છે જ્‍યારે તાજેતરમાં ભારત સરકારે ઘણા પાકિસ્‍તાની X હેન્‍ડલ સામે આવી જ કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્‍તાન સાથેના યુદ્ધ સમયે, તુર્કી અને ચીન તેના સમર્થનમાં ઉભા હતા અને આ બધા પ્‍લેટફોર્મ દ્વારા ભારત વિરુદ્ધ પાકિસ્‍તાનના પ્રચારને પ્રોત્‍સાહન આપી રહ્યા હતા.

કેન્‍દ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્‍યારે ચીન અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્‍તારોના નામ બદલવાનો વિચાર લઈને આવ્‍યું છે. ભારતે આ પગલાને સખત રીતે નકારી કાઢયું છે. કેન્‍દ્ર સરકારે કહ્યું કે આવા ઁવાહિયાતઁ પ્રયાસો એ સત્‍યને બદલી શકતા નથી કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા રણધીર જયસ્‍વાલે કહ્યું, ‘અમે જોયું છે કે ચીન ભારતીય રાજ્‍ય અરુણાચલ પ્રદેશમાં સ્‍થળોના નામ બદલવા માટે નિરર્થક અને વાહિયાત પ્રયાસો કરી રહ્યું છે.' તેમણે વધુમાં કહ્યું, ‘અમે આવા પ્રયાસોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. આવા સર્જનાત્‍મક નામકરણથી એ અટલ સત્‍ય બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્‍ય ભાગ હતો, છે અને રહેશે.'

ગ્‍લોબલ ટાઇમ્‍સ અને શિન્‍હુઆને ચીનની કમ્‍યુનિસ્‍ટ પાર્ટી અને ચીની સરકારનું મુખપત્ર માનવામાં આવે છે. તેનો હેતુ ચીની દૃષ્ટિકોણના નામે તેનો પ્રચાર સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો છે. ગ્‍લોબલ ટાઇમ્‍સ અને શિન્‍હુઆએ ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના તાજેતરના સંઘર્ષ પર ઘણી ખોટી વાતો ફેલાવી હતી, જેનો ભારતે સખત ઇનકાર કર્યો હતો.

ગ્‍લોબલ ટાઇમ્‍સે ઓપરેશન સિંદૂર વિશે પાકિસ્‍તાનની અફવાઓને સમાચાર તરીકે રજૂ કરી હતી અને ભારતના પગલાને આક્રમક ગણાવ્‍યા હતા. આવી સ્‍થિતિમાં, આ બંને ચીની પ્રચાર ફેલાવનારાઓને હવે ચૂપ કરી દેવામાં આવશે.

TRT વર્લ્‍ડ એ તુર્કીની રાજ્‍ય સંચાલિત આંતરરાષ્‍ટ્રીય સમાચાર સેવા છે, જે અંગ્રેજીમાં સમાચાર, વિશ્‍લેષણ અને વર્તમાન બાબતોનું કવરેજ પ્રદાન કરે છે. તે તુર્કીના રાષ્‍ટ્રીય પ્રસારણકર્તા TRT દ્વારા સંચાલિત છે. તે ૨૦૧૫ માં શરૂ કરવામાં આવ્‍યું હતું.

તેનો ઉદ્દેશ્‍ય વિશ્વભરના દર્શકો સમક્ષ તુર્કી દ્રષ્ટિકોણ રજૂ કરવાનો અને પશ્‍ચિમી મીડિયાના એકતરફી રિર્પોટિંગનો વિકલ્‍પ આપવાનો હતો. જોકે, ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના તાજેતરના તણાવ દરમિયાન, તે પાકિસ્‍તાની પ્રચાર ફેલાવતો જોવા મળ્‍યો હતો.(૨૩.૨૪)

(2:59 PM IST)