<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ભારતના કડક વલણથી પાકિસ્‍તાન ડરી ગયું: BSF જવાન પુર્ણમકુમારની વતન વાપસી

અટારી વાઘા બોર્ડર પરથી ૨૦ દિવસ પછી સેનાને સોંપ્‍યા

નવી દિલ્‍હી, તા.૧૪: દુશ્‍મનના ગુફામાં ફસાયેલો આપણો સિંહ પાછો આવી ગયો છે. હા, ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્‍તાને BSF જવાન પીકે શો એટલે કે પૂર્ણમ કુમાર શોને પરત મોકલી દીધો છે. પાકિસ્‍તાની રેન્‍જર્સે બુધવારે પંજાબના અટારી-વાઘા બોર્ડર પર BSF જવાન પીકે શોને ભારતને સોંપ્‍યો હતો. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. પહેલગામ હુમલાના બીજા દિવસે ૨૩ એપ્રિલે પાકિસ્‍તાન રેન્‍જર્સે પીકે સાહુને પકડી લીધો હતો.

BSF જવાન પીકે શો ત્‍યારથી પાકિસ્‍તાનની કસ્‍ટડીમાં હતો. BSFના જણાવ્‍યા અનુસાર, પાકિસ્‍તાન રેન્‍જર્સે આજે સવારે ૧૦.૩૦ વાગ્‍યે પીકે શોને તેમને સોંપ્‍યો હતો. BSFના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે આ પ્રક્રિયા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ શાંતિપૂર્ણ રીતે થઈ હતી. હવે પીકે શોની પહેલી ઝલક સામે આવી છે. તસવીરમાં પીકે શો અન્‍ય BSF જવાનો સાથે જોઈ શકાય છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત અને ફિટ દેખાય છે.

પૂર્ણમ કુમાર શો ૨૩ એપ્રિલે ભૂલથી પાકિસ્‍તાનની સરહદમાં ઘૂસી ગયો હતો. ત્‍યારથી તે પાકિસ્‍તાની રેન્‍જર્સની કસ્‍ટડીમાં હતો. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે DGMO સ્‍તરની વાટાઘાટો બાદ તેને મુક્‍ત કરવામાં આવ્‍યો છે. BSF અધિકારીઓ તેને મેડિકલ ચેકઅપ માટે પોતાની સાથે લઈ ગયા હતા. તબીબી તપાસ બાદ, તેને તેના ઘરે મોકલી દેવામાં આવશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પછી જ પૂર્ણમ શોને પાકિસ્‍તાની રેન્‍જર્સે પકડી લીધો હતો. આતંકવાદી હુમલા પછી, પાકિસ્‍તાનના આ કળત્‍યથી બંને દેશો વચ્‍ચે તણાવ વધુ વધ્‍યો હતો. ડીજીએમઓ સ્‍તરની વાતચીત પછી, પૂર્ણમ શોને આજે એટલે કે ૧૪ મેના રોજ પાકિસ્‍તાન દ્વારા મુક્‍ત કરવામાં આવ્‍યો હતો.

જ્‍યારે પીકે શોને પાકિસ્‍તાન દ્વારા પકડવામાં આવ્‍યાના સમાચાર મળ્‍યા, ત્‍યારે તેની ગર્ભવતી પત્‍ની રજની વાઘા-અટારી બોર્ડર પર પહોંચી અને તેના પરત ફરવાનો આગ્રહ રાખ્‍યો. બીએસએફ દ્વારા પીકે શોને તેની સલામતી અને તેના પરત ફરવાની ખાતરી આપ્‍યા પછી જ તે પરત ફરી. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધતા તણાવે તેની ચિંતા વધારી હતી પરંતુ હવે તે ખૂબ જ ખુશ છે.

પૂર્ણમની પત્‍નીએ કહ્યું કે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધતા તણાવે તેની ચિંતા વધારી દીધી છે. પરંતુ તેના પતિની સુરક્ષિત વાપસીથી ભારત સરકાર અને સેનામાં તેનો વિશ્વાસ વધુ વધ્‍યો છે. ૨૩ એપ્રિલના રોજ, ફિરોઝપુર જિલ્લાના મામદોટ શહેર નજીક ખેતરોમાં ખેડૂતોની દેખરેખ રાખતા બોર્ડર સિકયુરિટી ફોર્સ (BSF) જવાન પૂર્ણમને ગરમીને કારણે ઝાડ નીચે બેઠો હતો ત્‍યારે પાકિસ્‍તાની રેન્‍જર્સે તેને ઉપાડી લીધો હતો. પાછળથી જાણવા મળ્‍યું કે તે ભૂલથી શૂન્‍ય રેખા પાર કરી ગયો અને પાકિસ્‍તાની સરહદમાં આવેલા એક ઝાડની છાયા નીચે બેસી ગયો.

ગ્‍લ્‍જ્‍ એ જણાવ્‍યું કે ખેડૂતો ઘઉં કાપવા માટે ખેતરોમાં પહોંચવા માટે ગેટ નંબર ૨૦૮/૧ થી વાડ ઓળંગી ગયા હતા. બે ગ્‍લ્‍જ્‍ જવાન પણ તેમની સાથે દેખરેખ માટે ગયા હતા. ગરમીને કારણે, ભ્‍ધ્‍ લ્‍ત્રર્્ીરૂ નજીકના ઝાડની છાયા નીચે બેસી ગયા. પછી ત્‍યાં હાજર એક પાકિસ્‍તાની ખેડૂતે તેને જોયો અને પાક રેન્‍જર્સને જાણ કરી. થોડીવારમાં પાક રેન્‍જર્સ ત્‍યાં પહોંચી ગયા અને જવાનની ધરપકડ કરી. ભ્‍ધ્‍ લ્‍ત્રર્્ીરૂ ની રાઈફલ પણ છીનવી લેવામાં આવી. ઘટનાની માહિતી મળતા જ ગ્‍લ્‍જ્‍ માં ખળભળાટ મચી ગયો અને અધિકારીઓ તાત્‍કાલિક જલ્લોક ચેક પોસ્‍ટ પર પહોંચી ગયા.(૨૩.૨૨)

(2:58 PM IST)