News of Wednesday, 14th May 2025
બનાસકાંઠામાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી :પાલનપુરમાં રસ્તાની હાલત ખરાબ થતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા
કમોસમી વરસાદને કારણે છ માસ કે બાર માસ અગાઉ બનાવેલા રોડ રસ્તા તૂટી ગયા: ખાડામાં ભરાયેલ પાણીનો નિકાલ ન કરાતા લોકોમાં બીમારીનો ભય :વાહન ચાલકો ખાડામાં પછડાઈ રહ્યા છે

બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાલનપુરના રોડ-રસ્તાની હાલત ખરાબ થતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સામાન્ય વરસાદમાં જ રોડ પર ખાડા પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.
કમોસમી વરસાદને કારણે છ માસ કે બાર માસ અગાઉ બનાવેલા રોડ રસ્તા તૂટી ગયા અને મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે. રોડ-રસ્તાઓ ધોવાઈ જતા લોકને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ તમામ રસ્તાઓ સામાન્ય વરસાદ આવતાની સાથે જ તૂટી પડતા પાલિકાની કામગીરી સામે તો સવાલો ઉઠ્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં કમોસમી વરસાદ વર્ષો છે. ત્યારે પાલનપુરમાં કમોસમી વરસાદને કારણે અનેક નવા બનાયેલા રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. અને કમોસમી વરસાદના પાણી ભરાયા છે. વરસાદ આવ્યાને બે-ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં પણ હજી ખાડામાંના પાણીનો નિકાલ ન કરાતા લોકોમાં બીમારીનો ભય ઉભો થયો છે અને વાહન ચાલકો ખાડામાં પછડાઈ રહ્યા છે.
ચાર દિવસ પડેલા સામાન્ય વરસાદમાં પાલનપુરના મોટાભાગના રોડની પરિસ્થિતિ ખરાબ થઈ છે ગોબરી રોડ, ડેરી રોડ, આદર્શ હાઇસ્કુલ રોડ, ગણેશપુરા રોડ, મીરા દરવાજા રોડ, મફતપુરા રોડ, વડલી વાળા પરા રોડ સહિત અનેક વિસ્તારોના રોડ રસ્તા પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે જોકે અમુક એવા રોડ છે કે જેમ છ માસ અગાઉ જ કામ થયું છે એ પણ આ સામાન્ય વરસાદમાં તૂટી ગયા છે અને ખાડા પડ્યા છે એટલે કે નગર પાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
પરંતુ સામાન્ય વરસાદમાં આ હાલત થતી હોય હજારો નાગરિકો પરેશાન થતા હોય હજારો વાહન ચાલકો પરેશાન થતા હોય તો કયા પ્રકારનું કામ એ એક સવાલ છે અત્યારે તો નાગરિકોની માગણી છે કે આ પડેલા ખાડા પૂરાય ધોવાયેલા રોડ રિપેરિંગ કરવામાં આવે તો સામાન્ય જનતાની મુશ્કેલીઓ ઓછી થઈ શકે એમ છે
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
