News of Wednesday, 14th May 2025
પહેલગાવ આતંકી હુમલાથી હજારો પરિવારોને ગુજરાનના ફાંફા
પ હજાર ઘોડા સંચાલકો, ૬૦૦ વાહન માલીકો, હોટલ, હસ્તશીલ્પ, સ્થાનીક બજારો ખાલીખમ : રોજગાર બંધ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૪: પહેલગાવમાં થયેલ આતંકી હુમલાથી પર્યટન ઉદ્યોગને મોટો આંચકો આપ્યો છે. હજારો લોકોની આજીવિકા ઉપર મુશ્કેલી ઉભી થઇ છે. કયારેક ચહલ-પહલ ધરાવતુ પહેલગાવ હાલ વેરાન ભાસે છે. અહીંના પ હજાર ઘોડા સંચાલક અને ૬૦૦ વાહન માલીકો જે પર્યટન ઉપર નિર્ભર હતા તે બેકાર બન્યા છે.
અનંતનાગમાં પર્યટન પ્રવૃત્તિ ધરાવતુ પહેલગામ હાલ સુમસાન છે. મીની સ્વીત્ઝરલેન્ડ એવી બૈસરન ઘાટીની રોનક આતંકી હુમલા બાદ છીનવાઇ ગઇ છે. આતંકી હુમલો સીઝનની શરૂઆતમાં થતા તેની અસર અંત એટલે કે ઓકટોબર સુધી જોવા મળશે. પર્યટન સાથે સંકળાયેલ હોટલ, ટ્રાન્સપોર્ટ, હસ્તશીલ્પ અને સ્થાનીક બજારો માટે આ સમયગાળો આવકનો મુખ્યસ્ત્રોત ગણાય છે.
પોનીવાલા એસોસીએશનના અધ્યક્ષ અબ્દુલવાનીએ ઘોડા સંચાલકો માટે ઉંડી ચિંતા વ્યકત કરી જણાવેલ કે, તેઓ પરિવારનું ભરણ-પોષણ કરવા સંઘર્ષ કરી રહ્યા છે. પહેલગાવની સમગ્ર અર્થ વ્યવસ્થા પર્યટન ઉપર આધારિત છે. તેમણે વધુમાં જણાવેલ કે, આતંકીઓએ હુમલો કરી મોટી ભુલ કરી છે. બૈસરનમાં નિર્દોષ નાગરિકો ઉપર હુમલા માટે જવાબદાર લોકો શાંતી ભંગ કરવા માંગે છે. દેશભરમાંથી પર્યટનકોએ અહીં આવી આતંકીઓના મનસુબા ઉપર પાણી ઢોળ કરવો જોઇએ. સૂમો સ્ટેન્ડના અધ્યક્ષ ગુલઝાર અહેમદે સરકાર પાસે કાશ્મીર ખીણમાં પર્યટન પુનઃજીવીત કરવા પગલા લેવા ગુહારલગાવવાની સાથે જણાવેલ કે, પહેલગાવ સિતારાની જેમ ચમકી રહ્યો હતો જયારે હવે સમગ્ર વિસ્તાર અંધારામાં ડૂબી ગયો છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
