<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ આવશે

રાજનાથ સિંહ ભારત-પાકિસ્‍તાન સરહદની મુલાકાત લેશેઃ એરબેઝની મુલાકાત લેશે

નવી દિલ્‍હી તા.૧૪: પાકિસ્‍તાન અને તેના આતંકવાદીઓ સામે ભારતીય સશષા દળોનું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. થોડા જ સમયમાં, ભારતીય દળોએ પાકિસ્‍તાનને ઘૂંટણિયે પાડી દીધું અને પાકિસ્‍તાને યુદ્ધવિરામ માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. આ પછી બંને વચ્‍ચે યુદ્ધવિરામ થયો. આ યુદ્ધવિરામ વચ્‍ચે, સૂત્રોના હવાલેથી હવે મહત્‍વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે વાયુસેનાના ભૂજ એરબેઝની મુલાકાત લેશે.

સંરક્ષણ પ્રધાન ભારત-પાકિસ્‍તાન સરહદની મુલાકાત લેશે

જાહેર થયેલી માહિતી અનુસાર, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ પહોંચશે. સંરક્ષણ મંત્રી ભૂજ એરબેઝની મુલાકાત લેશે. રાજનાથ સિંહનો આ પ્રવાસ બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારનો રહેશે. મળતી માહિતી મુજબ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત-પાકિસ્‍તાન સરહદની મુલાકાત લેશે.

પાકિસ્‍તાને ભૂજમાં ડ્રોન મોકલ્‍યા હતા

લશ્‍કરી તણાવ દરમિયાન, પાકિસ્‍તાની સેનાએ ડ્રોનની મદદથી ભારતના ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી, ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્‍તાનના એક પછી એક હુમલાઓને સતત નિષ્‍ફળ બનાવ્‍યા. આખરે, કોઈ સફળતા ન મળતાં અને સતત લશ્‍કરી નુકસાન જોતાં, પાકિસ્‍તાને યુદ્ધવિરામની અપીલ કરી.(૩૮.૩૨)

(2:55 PM IST)