<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

૨૦૦૦% નફો.... મુકેશ અંબાણીને રૂા.૫૦૦ કરોડના રોકાણ પર રૂા. ૧૦,૦૦૦ કરોડ મળશે

રિલાયન્‍સે ૨૦૦૮માં એશિયન પેઇન્‍ટ્‍સમાં ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દેશની નંબર ૧ પેઇન્‍ટ કંપની એશિયન પેઇન્‍ટ્‍સમાં પોતાનો હિસ્‍સો વેચી શકે છે

નવી દિલ્‍હી તા.૧૪: દેશની સૌથી મૂલ્‍યવાન કંપની રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ (RIL) એશિયન પેઇન્‍ટ્‍સમાં તેનો ૪.૯% હિસ્‍સો વેચવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કંપની હવે ૧૭ વર્ષ પહેલાં કરેલા રોકાણમાંથી બહાર નીકળવા માંગે છે. મુકેશ અંબાણીની કંપનીએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્‍યારે પેઇન્‍ટ સેક્‍ટર માર્જિન દબાણ અને વધતી સ્‍પર્ધાનો સામનો કરી રહ્યું છે. ભારતનું પેઇન્‍ટ માર્કેટ ઼૯ બિલિયનનું છે. આ બજારમાં ઘણી નવી કંપનીઓ એશિયન પેઇન્‍ટ્‍સને નંબર ૧ ના સ્‍થાન પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઇકોનોમિક ટાઇમ્‍સના અહેવાલ મુજબ, રિલાયન્‍સે આ સોદો કરવા માટે બેંક ઓફ અમેરિકા (BoFA) ની નિમણૂક કરી છે. BoFA આ વ્‍યવહારનું સંચાલન એક અથવા બહુવિધ બ્‍લોક ડીલ્‍સ દ્વારા કરશે. જોકે, આ ઓફર વર્તમાન બજાર ભાવ કરતાં ૬-૭%ઓછી છે. છેલ્લા ૨૪ કલાકમાં, ખરીદદારોની શોધમાં ઘણી અન્‍ય રોકાણ બેંકો અને બ્રોકર્સ પણ જોડાયા છે. મંગળવારે એશિયન પેઇન્‍ટ્‍સના શેર રૂ. ૨,૩૨૩ પર બંધ થયા હતા. આ કિંમતે ૪.૯% હિસ્‍સો વેચીને, રિલાયન્‍સને રૂ. ૧૧,૧૪૧ કરોડ ($૧.૩૧ બિલિયન) મળશે. બુધવારે એશિયન પેઇન્‍ટ્‍સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીનો શેર સવારે ૯.૪૮ વાગ્‍યે બીએસઈ પર ૧.૦૪% ના ઘટાડા સાથે ૨૩૦૦.૯૫ પોઈન્‍ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

કેટલું રોકાણ થયું?

ગયા વર્ષે ૧૬ સપ્‍ટેમ્‍બરના રોજ એશિયન પેઇન્‍ટ્‍સના શેર ૫૨ અઠવાડિયાના ઉચ્‍ચતમ સ્‍તર રૂ. ૩,૩૯૪ પર પહોંચ્‍યા હતા. રિલાયન્‍સે જાન્‍યુઆરી ૨૦૦૮માં આ હિસ્‍સો રૂ. ૫૦૦ કરોડમાં ખરીદ્યો હતો. આ તે સમય હતો જ્‍યારે વૈશ્વિક નાણાકીય કટોકટી આવવાની હતી. છેલ્લા એક વર્ષમાં શેરમાં ૧૯.૩%નો ઘટાડો થયો છે. આનાથી કંપનીના બજાર મૂલ્‍યમાં લગભગ ૫૧,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એલારા સિકયોરિટીઝના જણાવ્‍યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં એશિયન પેઇન્‍ટ્‍સનો બજાર હિસ્‍સો ૫૯%થી ઘટીને ૫૨% થયો છે. ડિવિડન્‍ડ સહિત, રિલાયન્‍સને વર્તમાન બજાર ભાવે તેના રોકાણ પર ૨૪ ગણું વળતર મળશે.

રિલાયન્‍સે આ સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્‍નોના જવાબ આપ્‍યા ન હતા. આ મામલા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે જો બોલીઓ ઇચ્‍છિત કિંમતે નહીં આવે તો કંપની પોતાનો પ્‍લાન રદ પણ કરી શકે છે. બજારના નિષ્‍ણાતો કહે છે કે રિલાયન્‍સે પાંચ વર્ષ પહેલાં પણ આ જ પ્રકારનો વિકલ્‍પ શોધ્‍યો હતો. આ તે સમયે હતું જ્‍યારે કંપની ભારતનો સૌથી મોટો રાઇટ્‍સ ઇશ્‍યૂ લોન્‍ચ કરવાની તૈયારીમાં હતી. જોકે, કંપનીએ તે યોજનાને આગળ ધપાવી ન હતી

(3:49 PM IST)